કોંગ્રેસે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીને ચૂંટણી લડવા આપ્યું આમંત્રણ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે મોટી જાહેરાત કરી છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ મોટી જાહેરાત કરી છે. ભરતસિંહ સોલંકીએ હાર્દિક પટેલને કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવા માટે આમંત્રણ આપ્યું છે. હાર્દિક પટેલ સહિત પાટીદારોને કોંગ્રેસને સમર્થન આપવા અને ચૂંટણી લડવા આમંત્રણ આપ્યું છે. તો અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીને પણ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવા માટે આમંત્રણ આપ્યું છે. તો બીજી તરફ જેડીયુ નેતા છોટુ વસાવાને પણ કોંગ્રેસને સમર્થન આપવા માટે આમંત્રણ આપ્યું છે. પાટીદાર અનામત આંદોલનને લઇને પાટીદારો ભાજપના વિરોધમાં છે ત્યારે કોંગ્રેસ પણ પાટીદારોની નારાજગીનો લાભ ઉઠાવી ગુજરાતમાં પોતાની સત્તા જમાવવા માગે છે. જ્યારે બીજી બાજુ દલિતો પણ ભાજપથી નારાજ ચાલી રહ્યા છે ત્યારે ભરતસિંહે દલિત નેતા જિજ્ઞેશ મેવાણીને પણ ચૂંટણી લડવા માટે આમંત્રણ આપ્યું છે.

You might also like