AMC અધિકારી અને કોંગ્રેસી કોર્પોરેટરનું કરોડોનું કૌભાંડ

અમદાવાદ : અમદાવાદમાં કોર્પોરેટર અને AMC અધિકારીઓની મિલિભગત સામે આવી છે, અમદાવાદ શહેરમાં ગેરકાયેદસર બાંધકામ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક નોટિસો બાદ પ્રોપર્ટી પર સીલ મારવાની પ્રથા પ્રચલિત છે. ટેક્સ ન ભરનાર નાગરિકોના વેપાર-ધંધા ખોરવાતા તેઓ આ સીલ ખોલાવવા માટે AMCના ધક્કા ખાતા થઈ જાય છે. આવા સમયે કોર્પોરેટરો અને એસ્ટેટ અધિકારીઓ મિલિભગત કરીને કેવી રીતે કૌભાંડ કરે છે તેનો ખુલાસો એક વાઇરલ વીડિયોમાં થયો છે.

સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં બાપુનગરનો એક યુવાન શહેરના ગોમતીપુર વિસ્તારના કોંગ્રેસી મહિલા કોર્પોરેટર સામે ગંભીર આરોપો લગાવ્યા છે. યુવાને મહિલા કોર્પોરેટર આફરિન પઠાણ, તેમના સસરા અને અન્ય એક યુવાન મળીને કેવી રીતે આમ નાગરિકો પાસેથી સીલ ખોલાવવાના નામે રૂપિયા પડાવે છે તેનો ભાંડાફોડ આ યુવાને કર્યો છે.

આ સમગ્ર ઘટનામાં આશ્ચર્યની વાત તો એ છે કે AMCમાં ભાજપ સત્તાપક્ષે છે ત્યારે કોંગ્રેસી કોર્પોરેટર અને AMC એસ્ટેટ અધિકારીઓ કેવી રીતે આ સમગ્ર કૌભાંડ કરી રહ્યા છે, શું મેયર શ્રીને આ ઘટનાની જાણ છે, અથવા તેમની જાણ બહાર આ પ્રકારની પ્રવૃત્તિઓ કરાઈ રહી છે. તે અહીં મોટો સવાલ છે.

You might also like