Categories: India

PM મોદીની વિદેશ યાત્રાઓ પર કોંગ્રેસે રાજયસભામાં ઘેરાવો કર્યો

નવી દિલ્હી: રાજ્યસભામાં આજે વિદેશ નીતિ પર થયેલી ચર્ચા દરમિયાન કોંગ્રેસએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાઓ અને ભારતની વર્તમાન વિદેશ નીતિ પર પ્રશ્નો ઊઠાવ્યા. કોંગ્રેસ નેતા આનંદ શર્માએ મોદીને ડોકલામમાં ચીનની સાથે ચાલુ રહેલા તણાવ, પાકિસ્તાન અને નેપાળની સાથે સંબંધને લઇને જવાબ આપવા કહ્યું.

શર્માએ કહ્યું કે પાકિસ્તાનના મુદ્દા પર સરકારની નીતિ સ્પષ્ટ નથી, પહેલા કહે છે કે વાત કરીશું પરંતુ એક જ વખતમાં વાતને પૂરી પણ કરી દેવામાં આવે છે. એમણે કહ્યું કે એવું તો શું થયું ભારતના પ્રધાનમંત્રી અફઘાનિસ્તાનની યાત્રાથી પરત ફરીને લાહોર ચાલ્યા ગયા. જ્યારે પીએમ પાકિસ્તાનની જમીન પર ઊતર્યા તો ત્યાં તેમને ના સલામી મળી અને ના ગાર્ડ ઓફ ઓનર મળ્યો પરંતુ ભેટમાં આતંકવાદી હુમલા મળ્યા.

શર્માએ કહ્યું કે પ્રધાનમંત્રી અત્યાર સુધી 69 દેશોની યાત્રા કરી ચૂક્યા છે. પરંતુ કહેતા પણ નથી કે શું વાત થઇ. પીએમ પાંચ વખત અમેરિકા જઇ આવ્યા છે. પ્લેનમાં એકલા જાય છે. પ્લેનમાંથી ઊતરવાનો પ્રોટોકોલ હોય છે, પરંતુ એકલા ઊતરે છે કારણ કે કોઇ ફ્રેમમાં રહે નહીં. પહેલા એમણે કહ્યું હતું કે 1 ની જગ્યાએ 10 માથા લાવશે. પરંતુ કૂટનીતિ હલ્કાપણાથી ચાલતી નથી. શર્માએ કહ્યું કે હાલમાં જ એનએસએ અજીત ડોભાલ પણ ચીન ગયા હતા, પરંતુ શું વાત થઇ કોઇને ખબર નથી. તો બીજા બાજુ નેતા વિપક્ષ ગુલામ નબી આઝાદે ચર્ચા દરમિયાન પીએમના હાજર રહેવાનો મુદ્દો પણ ઊઠાવ્યો હતો પરંતુ સુષ્માએ કહ્યું કે પીએમ આ ચર્ચામાં હાજર રહેશે નહીં.

http://sambhaavnews.com/

Krupa

Recent Posts

IL&FS ડૂબવાના આરેઃ રૂ. 91 હજાર કરોડનો ટાઈમ બોમ્બ ગમે ત્યારે ફૂટશે

નવી દિલ્હી: ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને લોન આપનારી દિગ્ગજ કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિ. (આઇએલએન્ડએફએસ) હવે સ્વયં પોતાનું કરજ ચૂકવવા…

3 mins ago

Stock Market : સેન્સેક્સ અને નિફ્ટીમાં બંને તરફની વધ-ઘટ

અમદાવાદ: આજે શેરબજારમાં ખૂલતાંની સાથે જ સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી ૧૧,૧૦૦ના આંકને વટાવવામાં સફળ રહી હતી, જ્યારે…

6 mins ago

પુરુષ બ્લડ ડોનરને પૂછવામાં આવશેઃ ‘તમે ગે તો નથી ને?’

મુંબઇ: બ્લડ ડોનેટ કરનાર ડોનરે હવે કેટલાક વધુ સવાલના જવાબ આપવા પડશે. આ સવાલ તેમના જાતીય જીવનને લઇ હશે, જેમ…

13 mins ago

ઈ-ટ્રાન્સપોર્ટઃ 60,000થી વધુ પેટ્રોલ પંપ, ઈ-ચાર્જિંગ સ્ટેશન માત્ર 350

નવી દિલ્હી: એક બાજુ પેટ્રોલ અને ડીઝલની કિંમતો આકાશને આંબી રહી છે. બીજી બાજુ વાહનોથી થતું પ્રદૂષણ સતત વધી રહ્યું…

19 mins ago

ડ્રગ્સ છોડવા જેટલું જ મુશ્કેલ છે જંક ફૂડ છોડવું

ન્યૂયોર્ક: જંક ફૂડ છોડવાની અસર ડ્રગ્સ છોડવા જેવી થઇ શકે છે. મિ‌શિગન યુનિવર્સિટીના રિસર્ચમાં આ વાત સામે આવી છે. તેમાં કહેવાયું…

33 mins ago

શ્રાદ્ધમાં પિતૃઓને પસંદ પકવાન બનાવવાથી પિતૃ થાય છે પ્રસન્ન

પૂર્વજો માટે જે શ્રદ્ધાથી કરાય છે તેને શ્રાદ્ધ કહે છે. જે લોકો શ્રાદ્ધ કરે છે એ પોતે પણ સુખી સંપન્ન…

42 mins ago