VIDEO: કોંગ્રેસનાં 3 ધારાસભ્યોને વિધાનસભા ગૃહમાંથી કરાયા સસ્પેન્ડ

કોંગ્રેસનાં ધારાસભ્યો બળદેવજી ઠાકોર અને અંબરીશ ડેરે ભાજપનાં ધારાસભ્યોને ધમકી આપી હોવાનો મુદ્દો ફરી વિધાનસભા ગૃહમાં ઉઠયો છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મુદ્દે ગૃહમાં પ્રસ્તાવ મુકતાં કહ્યું હતું કે,”કોંગ્રેસનાં ધારાસભ્યોએ ભાજપનાં ધારાસભ્ય હર્ષ સંઘવી અને જગદીશ પંચાલને પગ ભાંગી નાખવાની ધમકી આપી છે.

આ સાથે જ ગૃહમાં મારામારી પણ કરી છે. તેથી કોંગ્રેસનાં ત્રણેય ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવે. અંબરીશ ડેર અને પ્રતાપ દૂધાતને ત્રણ વર્ષ સુધી અને બળદેવજી ઠાકોરને 1 વર્ષ માટે ગૃહમાંથી સત્ર અને કમિટીની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે.” ઉલ્લેખનીય છે કે નાયબ મુખ્યમંત્રીનાં આ પ્રસ્તાવનું શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસામાએ સમર્થન કર્યું હતું.

જેથી આ મામલે કોંગ્રેસનાં ધારાસભ્ય પ્રતાપ દુધાત સસ્પેન્ડ કરાયાં. 3 વર્ષ માટે પ્રતાપ દુધાતને સસ્પેન્ડ કરાયાં. અમરીશ ડેર પણ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરાયાં. તેમજ 1 વર્ષ માટે બળદેવજી ઠાકોરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ ત્રણેય ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા છે.

વિધાનસભામાંથી કોંગ્રેસે વોક આઉટ કર્યુ. કોંગ્રેસનાં ત્રણેય સસ્પેન્ડેડ ધારાસભ્યો હવે વિધાનસભાગૃહમાં પણ પ્રવેશી નહીં શકે. રાજ્યસભાની ચૂંટણીમાં સસ્પેન્ડેડ ધારાસભ્યોનાં મતદાન પર હવે એક પ્રશ્નાર્થ ઊભો થયો છે. વિધાનસભામાં જો સસ્પેન્ડેડ ધારાસભ્યો પ્રવેશ કરશે તો ટ્રેસ પાસિંગનો ગુનો બનશે.

સાવરકુંડલા અને રાજુલાનાં ધારાસભ્ય 3 વર્ષ માટે સસ્પેન્ડ તેમજ કલોલનાં ધારાસભ્ય બળદેવજી પણ 1 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. વિધાનસભા અધ્યક્ષનાં નિર્ણયથી વિપક્ષ નારાજ થઇ ગયો છે. કોંગ્રસનાં આ ત્રણેય ધારાસભ્યોને કામગીરી સમિતિમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં.

You might also like