Categories: Gujarat

સાઇબર એટકેની સૌથી વધુ અસર ગુજરાત પર, ATM બંધ

ભારત સહિત જેને લઈને દુનિયાભરના દેશોમાં ચિંતાનો માહોલ છે, તે રેન્સમવેર વાઇરસ આખરે ત્રાટકી ગયો છે. ભારત સહિત દુનિયાભરના દેશોમાં તેની અસર વર્તાઈ છે. વાઇરસને પગલે ભારતમાં સરકારી ઓફિસ અને ATM બંધ રખાયા હતા.

રેન્સમવેર – છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ચર્ચાતો શબ્દ  – જેને લઈને દુનિયાભરના સાઇબર નિષ્ણાતો ચિંતામાં હતા. જોકે રિપોર્ટ પ્રમાણે આ વાઇરસને કંઈક અંશે ખાળી શકાયો છે. જોકે હજી તેનું જોખમ યથાવત છે. રેન્સમવેરની અસર 150 દેશોમાં જોવા મળી છે, જેમાં એશિયા અને યુરોપના દેશો પણ સામેલ છે. જોકે મોટાભાગના દેશો આ સાઇબર અટેકને લઈને અલર્ટ થઈ ગયા છે. ભારતમાં પણ ઘણા ભાગોમાં તેની અસર વર્તાઈ છે. ખાસ કરીને આંધ પ્રદેશ અને કેરળ અને ગુજરાતના કેટલાક ભાગોમાં રેન્સમવેરને પગલે કેટલાક કમપ્યૂટર હેક થયા હોવાની ફરિયાદો મળી છે.

દેશભરમાં સોમવારે ઘણા ATM બંધ કરવામા આવ્યા. ખબરો મુજબ સાઈબર વાયરસના અટેકના ખતરાને લઈને આવું કરવામા આવ્યું. રિઝર્વ બેંકે સાવચેતીના ભાગરૂપે ઘણા રાજ્યોમાં ATM બંધ રાખવાની માર્ગદર્શિકા જાહેર કરી હતી. દેશની સાઈબર સુરક્ષા એજન્સીએ ઈન્ટરનેટ ઉપયોગકર્તાઓને વિશ્વભરમાં તેજીથી ફેલાઈ રહેલા વનાક્રાઈ રેનસમવેરની હાનિકારક ગતિવિધિઓને લઈને પહેલેથી જ આગાહ કર્યા છે. આ રેનસમવેર સિસ્ટમને ખરાબ રીતે પ્રભાવિત કરે છે અને બીજી જગ્યાથી ફાઈલને લોક કરી દે છે. સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે આ વિશ્વ માટે ચેતવણી છે.

વિશ્વના સંખ્યાબંધ દેશની કોમ્પ્યુટર સિસ્ટમને શિકાર બનાવનાર રેન્સમવેર વાયરસ હુમલાએ જિલ્લા તંત્રની કોમ્પ્યુટર સિસ્ટમને પણ અડફેટમાં લીધી છે. કલેક્ટર કચેરીમાં 10 સિસ્ટમ ઠપ થઇ ગઇ હતી. જ્યારે પોલીસ તંત્રની 2 સિસ્ટમને અસર થઇ હતી. જિલ્લાની 4 મામલતદાર કચેરીની સિસ્ટમ શનિ અને રવિવારે કચેરીઓ બંધ રહેવાથી કોઇ અસર પહોંચી ન હતી. પણ આરટીઓમાં બપોર બાદ સિસ્ટમ બંધ કરી દેવાઈ હતી, તો સિવિલમાં પણ કોમ્પ્યુટર સિસ્ટમ બંધ રખવામા આવી હતી. નેટનો વપરાશ કરવાની સાથે વિવિધ નામે સિસ્ટમમાં પ્રવેશી જતા રેન્સમવેર વાયરસ સાથેની ફાઇલ અજાણતા પણ ખોલી નાખવામાં આવે તેની સાથે સિસ્ટમને ખરાબ કરી નાખે છે અને સિસ્ટમ લોક પણ થઇ જાય છે. આ વાતે સરકારી અને ખાનગી સંસ્થાઓ ફફડી ઉઠી છે.

http://sambhaavnews.com/

 

Navin Sharma

Recent Posts

માયાવતીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, છત્તીસઢમાં જોગી સાથે કર્યું ગઠબંધન

છત્તીસગઢમાં છેલ્લા દોઢ દાયકાથી સત્તા પર રહેલી ભાજપ સરકાર રાજ્યમાં પોતાની સત્તા બચાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસ સત્તામાં…

9 hours ago

PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી.…

10 hours ago

સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ, દરેક મૌસમમાં અસરકારક

સ્વદેશ વિકસિત અને જમીનથી જમીન પર થોડા અંતર પર માર કરનારી એક બેલિસ્ટિક મિસાઇલનું આજરોજ ભારે વરસાદ વચ્ચે ઓડિશાના તટીય…

11 hours ago

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

12 hours ago

એમેઝોન અને સમારાએ રૂ. 4,200 કરોડમાં આદિત્ય બિરલાની રિટેઈલ ચેઈન ‘મોર’ ખરીદી

નવી દિલ્હી: ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમારા કેપિટલે મળીને આદિત્ય બિરલા ગ્રૂપની રિટેલ ચેઇન મોર (More)…

12 hours ago