RTEમાં પ્રવેશ ફાળવવાનો પ્રથમ રાઉન્ડ પુર્ણ, રાજ્યનાં બાળકો લઇ શકશે મફત શિક્ષણનો લાભ

ગાંધીનગરઃ રાજય સરકાર દ્વારા RTEમાં પ્રવેશ ફાળવવાનો પ્રથમ રાઉન્ડ પુર્ણ કરવામાં આવ્યો છે. પ્રથમ રાઉન્ડમાં રાજ્યભરમાંથી 80 હજાર 199 બાળકોને એડમીશન આપવામાં આવ્યાં છે. જેમાં અમદાવાદ શહેરનાં 10 હજાર 219 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે. હવે પછી બીજો રાઉન્ડ 2જી જૂનનાં રોજ જાહેર કરવામાં આવશે.

જેમાં રાજ્યનાં 24 હજાર 801 વિધાર્થીઓનો સમાવેશ થશે અને અમદાવાદ શહેરમાં 1 હજાર 633 વિદ્યાર્થીઓનો સમાવેશ થશે. આ કાયદાનો પુરેપુરો ઉપયોગ કરી પ્રથમ વાર ગુજરાત સરકારે ગરીબ બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં નિ:શુલ્ક એડમીશન માટે સૌથી વધુ બેઠકો ફાળવી છે.

જેમાં ખાસ કરીને અમદાવાદમાં શહેર અને ગ્રામ્યનાં 21 હજાર બાળકોને એડમીશન મળશે. જ્યારે રાજ્યનાં 1 લાખ 5 હજાર બાળકો મફત શિક્ષણનો લાભ લઈ શકશે.

RTE અંતર્ગત પ્રવેશ લેનાર વિદ્યાર્થીનાં વાલીની સાચી ઈન્કમ કેટલી છે તેની ચકાસણી હવે DEO નહીં પણ સ્કૂલ જાતે જ કરશે અને જો સ્કૂલને વાંધો લાગશે તો તે DEOને જાણ કરવામાં આવશે અને DEO દ્વારા વાલી પર કાર્યવાહી કરવામાં આવશે પણ મહત્વનું છે કે વાલીને આવકનો દાખલો જે અધિકારીએ ખોટી રીતે આપ્યો હશે ત્યારે જ વાલીએ તે દાખલાને ખોટી રીતે RTEમાં સબમીટ કર્યો હશે.

દર વખતની જેમ અમીર વાલીઓ પણ ડમી આવકનાં દાખલા ઊભા કરીને RTEનો ખોટી રીતે ઉપયોગ કરતાં હોય છે. પણ મહત્વનું એ છે કે જે વાલીએ ખોટા દસ્તાવેજો ઉભા કર્યા હશે તેઓને આ દસ્તાવેજો પર જે અધિકારીઓએ સહી કરી આપી તેવાં અધિકારીઓ પર કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

You might also like