VIDEO: હાર્દિક અને દિનેશ બાંભણિયા સામે ફરિયાદ, માણસામાં મંજૂરી વગર યોજી હતી સભા

ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલનનાં આગેવાન તેમજ PAAS કન્વીનર હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયા સામે ફરિયાદ કરવામાં આવી છે. માણસામાં મંજૂરી વગર જાહેરસભા યોજવા બદલ હાર્દિક અને દિનેશ બાંભણિયા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે હાર્દિકે ગાંધીનગર નજીક માણસામાં 18 નવેમ્બરનાં રોજ જાહેર સભાને સંબોધન કર્યુ હતું. જેમાં તેને લાખો જનમેદનીને સંબોધિત કરી હતી. કહેવાય છે કે આ સભાની પહેલા મંજૂરી આપવામાં આવી હતી પણ બાદમાં તેની મંજૂરીને રદ કરી દેવાઇ હતી. તેમ છતાં આ રેલીમાં લાખો લોકોની જનમેદની ઉમટી પડી હતી.

જો કે હાર્દિકને સભાની મંજૂરી આપ્યાનો તંત્રએ સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. આ સભા મંજૂરી વગર 18 નવેમ્બરે માણસામાં યોજાઇ ગઇ હતી. જેને લીધે પ્રાંત અધિકારીનાં રિપોર્ટ બાદ માણસા પોલીસે ફરિયાદ નોંધી હતી.

You might also like