VIDEO: હાર્દિક પટેલ સામે બ્રહ્મસમાજ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા મામલે ફરિયાદ

PAAS નેતા હાર્દિક પટેલની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. હાર્દિક પટેલ સામે ફરિયાદ નોંધવા માટે બ્રહ્મસમાજે અરજી કરી હતી. બ્રહ્મસમાજ વિરૂદ્વમાં અપશબ્દો બોલવા મુદ્દે ફરિયાદ નોંધાવવા માટે અરજી કરવામાં આવી હતી. રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા માટે હાર્દિક વિરૂદ્ધ આ અરજી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે અનામત આંદોલન સમિતિનાં કન્વીનર હાર્દિક પટેલે બ્રહ્મસમાજને લઇ અભદ્ર ટીપ્પણી કરી છે. આ અભદ્ર ટિપ્પણી અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. PAASનાં કન્વીનર હાર્દિક પટેલે બ્રાહ્મણ સમાજનાં પુરૂષ અને મહિલાઓનાં ચારિત્ર્ય અંગે અભદ્ર ટીપ્પણી કરી બ્રહ્મસમાજનું હળહળતું અપમાન કર્યું છે.

હાર્દિકનો એક વિડિયો વાઇરલ થયો હતો કે જેમાં આ ટીપ્પણી સંભળાઇ રહી છે. હાર્દિકનાં આ કથિત વિડિયો ચૂંટણી વખતે બહાર આવ્યાં હતાં. જેમાં હાર્દિકે બ્રહ્મસમાજને લઇ અભદ્ર ટીપ્પણી કરી હોવાનાં મામલે બ્રહ્મસમાજે અરજી કરી હતી.

જો કે ઉલ્લેખનીય છે કે હવે આ મામલે હાર્દિક પટેલે બ્રહ્મસમાજની માફી માગતો એક વીડિયો વાઇરલ કર્યો છે. જેમાં તે પોતે બ્રાહ્મણ સમાજની મહિલાઓ અને બહેન, દિકરીઓ વિશે જે કાંઇ બોલ્યો છે તે અંગે તેને માફી માગી છે.

જો કે હાર્દિકે આવી પરિસ્થિતિમાં વાતાવરણમાં તંગદિલી ના સર્જાય માટે તેને પોતાનો માફી માગતો વીડિયો વાઇરલ કરી આ સમગ્ર મામલા પર પોતે પુર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો છે.

જો કે હવે આ મામલો વધુ ગંભીર બનતા બ્રહ્મસમાજનાં લોકોમાં ભારે રોષ જોવાં મળતાં બ્રહ્મસમાજ દ્વારા ઠેર-ઠેર હાર્દિક પટેલનાં પૂતળા દહન કરવામાં આવ્યા હતાં. જે પૈકી ભુજનાં જ્યુબિલી સર્કલ નજીક કચ્છ બ્રહ્મસમાજે હાર્દિક પટેલનાં પૂતળાને સળગાવી પોતાનો રોષ વ્યકત કર્યો હતો. આ સાથે કલેકટર તેમજ એસ.પી.ને આ બાબતે આવેદનપત્ર આપી સખત વિરોધ નોંધાવ્યો હતો.

You might also like