VIDEO: સિંગર પાપોન ભૂલ્યા ભાન, સગીરાને ચુંબન કરતો વીડિયો વાયરલ

એક સગીર કન્ટેસ્ટન્ટને કિસ કરીને વિવાદમાં આવેલા પાપોન પોતાનો બચાવ કરી રહ્યાં છે. પાપોને આ સમગ્ર ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કર્યું છે. જેમાં તેમણે આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે.

પાપોને એવી દલીલ કરી છે કે,”તેઓ ખુબ જ બહિર્મુખ અને સહજ સ્વભાવ ધરાવનાર છે અને જે છોકરીને તેમ ણે કિસ કરી છે એ તેમની વિદ્યાર્થિની છે. વધુમાં પાપોનની દલીલ એવી પણ છે કે વીડિયો જે રીતે શૂટ થયો છે, તેને લીધે સમગ્ર ઘટનાને ખોટા એંગલથી જોવામાં આવી રહી છે.”

પાપોન વધુમાં એમ જણાવે છે કે,”તેઓ 14 વર્ષનું સફળ લગ્નજીવન ધરાવે છે અને તેમનાં પણ બાળકો છે. તેમણે આ મુદ્દે સગીરાનાં પરિવારજનોને નિવેદનની પણ વાત કરી છે. જેમાં તેઓએ આ ઘટનાને આકસ્મિક ગણાવી હતી.

તો બીજી તરફ પાપોનનાં ફેન્સે પણ તેનો બચાવ કરી રહ્યાં છે. જેમણે પાપોનની બદનામી કરનારા અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ કરી છે. પાપોન ફેન ક્લબનાં મેમ્બર્સનો દાવો છે કે વીડિયોની સત્ય તાની તપાસ વિના તેને આ રીતે વાઇરલ ન કરવો જોઈએ. તેમનો દાવો છે કે તેનાંથી પાપોન અને તેમની સાથે જોડાયેલાં લોકોની બદનામી થઈ રહી છે.

You might also like