CWG 2018: સાઈનાએ સિંધુને હરાવી રચ્યો ઈતિહાસ, ગોલ્ડ મેડલ પર કબ્જો કર્યો

સાઈના નેહવાલે ગોલ્ડ મેડલ મુકાબલામાં ભારતની જ પીવી સિંધુને હરાવીને ગોલ્ડ મેડલ જીતુ લીધુ છે. સાઈનાએ આ મુકાબલો સીધા ગેમોમાં 21-18, 23-21 થી જીતી લીધુ છે. બન્ને વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. કોમનવેલ્થ ગેમ્સમાં સાઈનાના સિંગલ કરિયરનો બીજો ગોલ્ડ મેડલ છે. આની પહેલા તેમને 2010 દિલ્લી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો. આની સાથે જ ભારતે 26માં ગોલ્ડ મેડલ પર કબ્જો કરી લીધો છે.

 

21માં કોમનવેલ્થ ગેમ્સનો સફર તેના ચરણસિમા પર છે. 11માં અને છેલ્લા દિવસે ભારત બેડમિન્ટન અને સ્ક્વૈશ જેવા ખેલોમાં ગોલ્ડ મેડલની દાવેદારી ઠોકશે. દિવસની શરૂઆતમાં ટેબલ ટેનિસના મિક્સ ડબલ્સ મેચમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીતી લીધુ છે. માનિકા બત્રા અને જી.સાથિયાનની જોડીએ પોતાના જ દેશના અચંત શરત કમલ અને મૌમા દાસની જોડીને 11-6, 11-2, 11-4 થી હરાવ્યા છે. આ કોમનવેલ્થ ગેમ્સમાં મનિકાનો આ ચોથ્થો ગોલ્ડ મેડલ છે. ભારતે અત્યાર સુધી કુલ 60 મેડલ જીતી લીધા છે. જેમા 25 ગોલ્ડ, 16 સિલ્વર અને 19 બ્રોન્ઝ મેડલનો સમાવેશ છે.

શ્રીકાંતથી ગોલ્ડની આશા
મેન્સ બેડમિન્ટન સિંગલ્સ મુકાબલામાં ભારતના નંબર 1 સ્ટાર બેડમિન્ટન ખિલાડી કિદામ્બી શ્રીકાંતનો મુકાબલો મલેશિયાના ચોંગ વી લી જોડે થશે. બન્ને ખિલાડીઓ ગોલ્ડ મેડલ માટે જોર લગાવી દેશે.

મેન્સ ડબલ્સ ગોલ્ડ મેડલ મેચ
મેન્સ ડબલ્સ મુકાબલાના ગોલ્ડ મેડલ મેચ માટે ભારતના સાત્વિક રૈંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી ઈંગલેન્ડના સામે મુકાબલામાં ઉતરશે. બન્ને ખિલાડીઓથી ગોલ્ડ મેડલની અપેક્ષા છે. કોમનવેલ્થ ગેમ્સના છેલ્લા દિવસે ભારતીય ખિલાડીઓ પાસેથી ત્રણ ગોલ્ડ મેડલની આશા રાખવામાં આવી રહી છે.

You might also like