CWG 2018: હરિયાણાની મનુ ભાકેરે અપાવ્યો ભારતને વધુ એક Gold મેડલ

નવી દિલ્હી: કોમન વેલ્થ ગેમ્સમાં રવિવારે ચોથા દિવસની શરૂઆત ભારત માટે ખૂબ જ સારી રહી. પહેલાં વેટલિફ્ટિંગમાં પૂનમ યાદવે દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો. તેના થોડાક સમય બાદ 10 મીટર એર પિસ્ટલમાં હરિયાણાની મનુ ભાકરે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. તો આ જ ઈવેન્ટમાં હીના સિદ્ધૂએ સિલ્વર મેડલ અપાવ્યો છે. ફાઇનલ હરિફાઇમાં મનુએ 240.9 અંક પ્રાપ્ત કર્યો અને હિનાને 234 અંક મળ્યા.

ભારતીય શૂટર રવિ કુમારે જોરદાર પ્રદર્શન કરતાં પુરુષોની 10 મીટર એર પિસ્ટોલ સ્પર્ધાનું કાંસ્ય પદક પોતાના નામે કર્યું. એની સાથે જ ભારતે 6 ગોલ્ડ, 2 સિલ્વર, 2 બ્રોન્ઝની સાથે કુલ મળીને 10 મેડલ પ્રાપ્ત કરી લીધા છે અને મેડલ મેળવવામાં એ ત્રીજા નંબર પર છે.

આ પહેલા રવિવારે ભારતીનમહિલા વેટલિફ્ટર પૂનમ યાદવે 69 કિલો ભારવર્ગમાં ભારતને સ્વર્ણ પદક અપાયું. પૂનમે સેન્ચમાં 100 અને ક્લીન એન્ડ જર્કમાં 122 કિલો ગ્રામ વજનની સાથે કુલ 222 કિલોગ્રામ વજન ઊઠાવ્યું. ભારતને 5 સ્વર્ણ વેઈટ લિફટીંગમાં મળ્યું છે.

ભારતીય બેડમિન્ટન ખેલાડીઓમાં મિશ્રિત ટીમ સ્પર્ધાના ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. સેમીફાઇનલ 1માં ભારતીય ટીમ સિંગાપોરને 3 1થી હરાવ્યું છે. એ જીતની સાથે જ ભારતે આ સ્પર્ધામાં રજત પદક મેળવી લીધું છે.


વિકાસ કૃષ્ણએ પુરુષોની 75 કિલોગ્રામ બોક્સિંગ સ્પર્ધામા ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.

ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમે જોરદાર પ્રદર્શન કરતાં મહિલા ટીમ સ્પર્ધાના ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.

You might also like