VIDEO: ગોવિંદાની ‘આ ગયા હીરો’ નું ટ્રેલર થયું રિલીઝ

મુંબઇ: બોલીવુડનો જાણીતો અભિનેતા અને ડાન્સિંગ સ્ટાર ગોવિંદા કમબેક કરવા જઇ રહ્યો છે. ગોવિંદાની છેલ્લા ફિલ્મ 2014માં ‘કિલ દીલ’ અને ‘હેપ્પી એન્ડિંગ’ આવી હતી. કિલ દિલમાં નિભાવેલા નેગેટીવ રોલમાં ઘણા વખાણ થયાં હતાં. પોતાના કમબેક માટે લાંબા સમયથી નિર્માતા નિર્દેશકોની રાહ જોતાં અભિનેતા ગોવિંદાએ પોતાના કમબેક માટે ઘરના બેનરનો સહારો લીધો છે. ગોવિંદા હવે ‘આ ગયા હીરો’ નામની ફિલ્મથી પાછો આવી રહ્યો છે.

તાજેતરમાં જ આ ફિલ્મનું પહેલું પ્રોમો રજૂ કરવામાં આવ્યું હતું. થોડાક દિવસો પહેલા ગોવિંદાએ પોતાના જન્મદિવસ પર આ ફિલ્મનું પહેલું ગીત રજૂ કર્યું હતું.’આ ગયા હીરો’ ના પ્રોમોમાં ગોવિંદા પૂરી રીતે 90 ના દશકના અવતારમાં જોવા મળી રહ્યો છે. એક્શન, કોમેડી અને ડાન્સનો ભરપૂર તડકો લગાવતા એ દર્શકોને પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પ્રોમોની ઝડપ વધારે છે, જે દર્શકોને એક મિનીટ માટે પણ વિચારવા અને સમાજાવવાનો મોકો આપતી નથી. ‘આ ગયા હીરો’ ગોવિંદા માટે ખૂબ જ ખાસ ફિલ્મ છે, કારણ કે આ ફિલ્મથી બોલીવુડમાં પોતાના કરિયરને ત્રીજી વખત શરૂ કરવા જઇ રહ્યો છે. એમને આશા છે કે આ ફિલ્મ તેને એક વખત ફરીથી બોલીવુડમાં સ્થાપિત કરવામાં મદદરૂપ સાબિત થશે.

You might also like