Categories: Gujarat

LPGના બિલમાં CM-નાયબ મુખ્યપ્રધાનની તસવીરનો વિવાદ, કોંગ્રેસે કરી આચારસંહિતાની ફરિયાદ

આગામી ગુજરાત વિધાનસભાની બે તબક્કામાં યોજાનારી ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરાયા બાદ ચૂંટણી આચારસંહિતા કડકાઇપૂર્વક અમલમાં આવી ગઇ છે. ઠેકઠેકાણેથી તંત્ર દ્વારા જે તે રાજકીય પક્ષ્ કે સરકારી યોજનામાં હોદ્દ્દારોને દર્શાવતા પરવાનગી વગરના હોર્ડિંગ્સ અને બેનરને ઉતારવાની કામગીરી ચાલી રહી છે. દીવાલો ઉપરના રાજકીય સૂત્રો-લખાણો ઉપર કૂચડા ફેરવાઇ રહ્યા છે. આ સંજોગોમાં સરખેજ વિસ્તારમાં આવેલી એક ગેસ એજન્સીએ ગ્રાહકને પાઠવાયેલા બિલમાં મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનની તસવીર દર્શાવતી સ્વચ્છ ભારત મિશનની જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે.

સરખેજ વિસ્તારના સોનલ સિનેમા રોડ પર આવેલી યુનિટી ગેસ એજન્સીએ એલિસબ્રિજ ખાતેની કોંગ્રેસ હાઉસ ઓફિસ એટલે કે રાજીવ ગાંધી ભવનને કાંતાબહેન શર્માના નામથી મોકલાવાયેલા રૂ.૬૪રનાં સિલિન્ડરનાં બિલથી વિવાદ સર્જાયો છે. ગત તા.૩૦ ઓકટોબર, ર૦૧૭ના આ બિલની નીચેની જગ્યાએ ગુજરાત સરકારની સ્વચ્છ ભારત મિશન હેઠળની
સ્વચ્છતાનું મહત્ત્વ દર્શાવવા સૂકો અને ભીનો કચરો જુદા રાખવાની અપીલ કરતી જાહેરાત છે. આ જાહેરાતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની તસવીર પણ હોઇ કોંગ્રેસ દ્વારા ચૂંટણી આચારસંહિતા ભંગની કલેકટર કચેરીમાં ફરિયાદ કરાઇ છે.

પ્રદેશ કોંગ્રેસનાં સૂત્રો કહે છે કે, વિધાનસભાની ચૂંટણીને લગતી આચારસંહિતા અમલમાં મુકાઇ ગઇ હોઇ આ પ્રકારે તસવીરને પ્રસિદ્ધ ન કરી શકાય. ચૂંટણી આચારસંહિતા ભંગને લગતી ગઇકાલે જિલ્લા કલેકટર કાર્યાલયમાં ફરિયાદ દાખલ કરાઇ છે. દરમ્યાન કોંગ્રેસની ફરિયાદ મળતાવેંત કલેકટર તંત્રમાં દોડધામ મચી ગઇ છે. ગેસ સિલિન્ડર બિલમાં
તસવીરો પ્રસિદ્ધ કરનાર ગેસ એજન્સીની ઓફિસમાં ગઇ કાલે સાંજે જ રૂબરૂ તપાસ કરાઇ હતી.

Navin Sharma

Recent Posts

અહીં મળશે બેસ્ટ ક્વોલિટીવાળા જેકેટ એ પણ માત્ર રૂ.180માં, આ છે દુનિયાનું સૌથી સસ્તું માર્કેટ

હવે સમગ્ર દેશભરમાં ઠંડીની ઋતુ એવી શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ધીમે-ધીમે સવાર-સાંજનાં તાપમાનમાં પણ ઘટાડો થવા લાગ્યો છે.…

8 hours ago

PM મોદીએ વારાણસીને અર્પણ કરી કરોડોની ભેટ, કહ્યું,”દેશે જે સપનું જોયું તે સાકાર થયું”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાતે છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનાં સંસદીય ક્ષેત્રમાં 2413 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ-શિલાન્યાસ કર્યો.…

9 hours ago

આ છે એવાં શાનદાર કપલ ટેટૂ, જે બન્યાં છે એકબીજાનાં પ્રેમની નિશાની માટે

ન્યૂ દિલ્હીઃ "કપલ ટેટૂ" ખાસ તરીકે તેવાં લોકો માટે છે કે જે કાં તો કોઇ રિલેશનશિપમાં હોય અથવા તો પૂરી…

10 hours ago

અરે આ શું! જાડેજાનો મેન ઓફ ધ મેચ પુરસ્કાર મળી આવ્યો કચરામાંથી!

ક્રિકેટ મેચ નિહાળતી વખતે તમે જોયું હશે કે મેચ પૂરી થયા બાદ જ્યારે પણ કોઈ ખેલાડીને કોઈ પુરસ્કાર આપવામાં આવે…

11 hours ago

રિવરફ્રન્ટનાં પૂર્વ છેડા પરનાં દધિચી બ્રિજની નીચે બનાવાશે ફૂડ કોર્ટ

અમદાવાદઃ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટને નયનરમ્ય બનાવાયા બાદ સહેલાઈઓ માટે એક પછી એક નવી સુવિધાઓ ઉભી…

11 hours ago

રૂ.1.50 લાખમાં મકાન વેચાણ નહીં આપતાં પાડોશીએ આધેડનું ઢીમ ઢાળ્યું

વડોદરાઃ આજવા રોડ પર આવેલ એકતાનગરમાં મકાન વેચાણમાં લેવાના મામલે એક આધેડને પાઇપના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર…

11 hours ago