BRD મેડિકલ કોલેજમાં થયા બાળકોનાં મોત અંગે CMનું શરમજનક નિવેદન

ગોરખપુર : ગોરખપુરનાં બીઆરડી મેડિકલ કોલેજમાં થયેલ બાળકોનાં મોતના મુદ્દે મુખ્યમંત્રી મંત્રી યોગી આદિત્યનાથનું ખુબ જ શરમજનક નિવેદન સામે આવ્યું છે. યોગી આદિત્યનાથે કહ્યું કે લોકો ઇચ્છે છે કે તેમનાં બાળકોને સરકાર સાચવે. મને લાગે છે કે ક્યાંક એવું ન થાય કે લોકો બાળકોનાં બે વર્ષનાં થતા જ સરકારનાં ભરોસ છોડી દે કે હવે સરકાર જ તેને મોટા કરશે.

યોગીએ આ વાત લખનઉમાં આયોજીત એક કાર્યક્રમ દરમિયાન કરી હતી. યોગી આદિત્યનાથે મીડિયાની ઝાટકણી કાઢતા કહ્યું કે દરેક વાત માટે સરકારને જવાબદાર ઠેરવવા યોગ્ય નથી. મીડિયા કહે છે કે ફલાણી જગ્યાએ કચરો પડ્યો છે. અમે લોકો અમારી જવાબદારી પણ સરકાર પર નાખી દીધી છે. લાગે છે કે લોકો જાણે તમામ જવાબદારીઓમાંથી જ મુક્ત થઇ ગયા છે.

ઉલ્લેખનીય છે કે, મીડિયા રિપોર્ટસ અનુસાર છેલ્લા 72 કલાકમાં 61 બાળકોનાં મોત થઇ ચુક્યા છે. હોસ્પિટલનાં અધિકારીઓનું કહેવું છે કે આ હોસ્પિટલમાં દર વર્ષે આટલા જ મોત થાય છે. ગત્ત ત્રણ દિવસોમાં હોસ્પિટલમાં 61 બાળકોનાં મોત થઇ ચુક્યા છે. રિપોર્ટસ અનુસાર ઇસેફલાઇટિસ વોર્ડમાં 11, નવજાત બાળકોને એનઆઇસીયુમાં 25 વધારે બાળકોને ખસેડવામાં આવ્યા છે. અન્ય 25 બાળકોનાં મોત થઇ ચુક્યા છે.

You might also like