VIDEO: “સુરતની ચિંતાને લઇ અમે રૂબરૂ આવ્યા”: સીએમ રૂપાણી

ગુજરાતઃ ઓખી વાવાઝોડાને પગલે સાવધાનીનાં ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતની મુલાકાત લીધી હતી. સુરત ખાતે કલેક્ટર અને વહીવટી તંત્ર સાથે બચાવ અને રાહતની તૈયારીની સમીક્ષા કરી હતી. ઓખી વાવાઝોડાને લઇને સીએમએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, વાવાઝોડાંની સ્થિતિ જોતાં વહીવટીતંત્રને સ્ટેન્ડબાય રહેવાનાં આદેશ આપી દેવામાં આવ્યાં છે.

તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે,”વાવાઝોડાંની ગંભીરતાને લઈને સરકાર સતર્કતા દાખવી રહી છે. સાથે જ સરકારે સુરતમાં વાવાઝોડાની અસરને પહોંચી વળવાની તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. આ તબક્કે તેમણે પૂર વખતે બનાસકાંઠામાં કરેલી બચાવ રાહત કામગીરીને પણ યાદ કરી હતી.

કુદરત સામેની લડાઇમાં જનતા પણ સતર્ક રહે. કાચા મકાનો અને પતરાવાળા મકાનોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ જવા અમારૂં સૂચન છે. લોકોને ઓછામાં ઓછી અસર પહોંચે તેની કાળજી રખાશે. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારનાં સતત સંપર્કમાં છે. 1600 લોકોને સ્થળાંતરીત કરાયાં છે.

તમામ બોટ દરિયામાંથી પરત ફરી છે. મારી ફરજ છે એટલે હું અહીંયા આવ્યો છું. માર્કેટિંગ યાર્ડમાં અનાજ બગડે નહીં તેની કાળજી લેવાશે. ઓખી વાવાઝોડાની સ્પીડ ઘટી રહી છે. પરંતુ તેમ છતાં વાવાઝોડાની ગંભીરતાને લઇને સરકાર સતર્ક છે.”

You might also like