CM રૂપાણીનાં નિવેદનથી બિલ્ડરોને ફટકો, હવે નહીં મળે મરજી મુજબનાં લાભ

બિલ્ડરોને અપાતી છૂટ મામલે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. હવેથી ખાસ કિસ્સામાં બિલ્ડરોને અપાતા લાભો બંધ કરાયાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે,”ખોટી રીતે લાભ લેવા માટે બિલ્ડરોએ ધક્કા ખાવા નહીં. કારણ કે હવે કલમ 29 હેઠળ ખાસ કિસ્સામાં અપાતા એફએસઆઇનાં લાભ બંધ કરી દેવામાં આવ્યાં છે.”

મુખ્યમંત્રી રૂપાણીનાં આ નિવેદનથી બિલ્ડર લોબીને મોટો ફટકો પડ્યો છે. મહત્વનું છે કે વીટીવીએ આ અંગે મોટી મુહિમ ઉપાડી છે. ચૂંટણી પહેલાં 44 જેટલાં બિલ્ડરોએ કલમ 29 હેઠળ ખાસ કિસ્સામાં ચારથી વધુ એફએસઆઇ મેળવી હતી. પરંતુ હવે તમામ પ્રક્રિયા ઓનલાઇન થતાં આ પ્રકારની લાગવગશાહી પર કાયમી રોક લાગી જશે.

મહત્વનું છે કે ચૂંટણી પહેલાં કેટલાંક બિલ્ડરોએ 4થી વધુની FSI મેળવી લીધી હતી. FSI એટલે કે જેમાં સરકાર દ્વારા બિલ્ડરોને યોગ્ય જરૂરી લાભો આપવામાં આવે છે. પરંતુ હવે ગુજરાત સરકાર દ્વારા બિલ્ડરોને કોઇ પણ પ્રકારની ગેરમાન્ય સુવિધાઓ આપવામાં આવશે નહીં. 44 જેટલાં બિલ્ડરોએ કલમ 29 હેઠળ વધુ FSI મેળવી હતી. પરંતુ હવે ગુજરાત સરકાર કોઈને પણ ખોટા લાભ નહીં આપે. હવે માત્ર ઓનલાઈનથી જ જે પણ કાયદેસર હશે તેને જ પરમિશન મળશે.

Dhruv Brahmbhatt

Recent Posts

PSIનાં ભાભીએ દિયરની સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લીધો

સુરતની રાંદેર પોલીસ લાઈનમાં રહેતા પીએસઆઈનાં ભાભીએ રિવોલ્વરથી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં પોલીસના…

4 mins ago

અફઘાનિસ્તાન સામે શા માટે જીતનો કોળિયો હોઠ સુધી ના પહોંચી શક્યો?

દુબઈઃ અફઘાનિસ્તાને ગઈ કાલે ભારત સામેની મેચ ટાઇ કરાવીને અપસેટ સર્જી દીધો. ટીમ ઇન્ડિયાએ જોકે પોતાના ટોચના ખેલાડીઓને આરામ આપ્યો…

12 mins ago

ભારતના સૌથી ‘વૃદ્ધ કેપ્ટન’ ધોનીનું અદ્દભૂત સ્ટમ્પિંગઃ 0.12 સેકન્ડમાં બેલ્સ ઉડાવી દીધી

દુબઈઃ ધોની વિકેટની પાછળ પોતાની સ્ફુર્તિ માટે દુનિયાભરમાં જાણીતો છે. તેનું તાજું ઉદાહરણ ગઈ કાલે ભારત-અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં જોવા…

14 mins ago

IL&FS ડૂબવાના આરેઃ રૂ. 91 હજાર કરોડનો ટાઈમ બોમ્બ ગમે ત્યારે ફૂટશે

નવી દિલ્હી: ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને લોન આપનારી દિગ્ગજ કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિ. (આઇએલએન્ડએફએસ) હવે સ્વયં પોતાનું કરજ ચૂકવવા…

21 mins ago

Stock Market : સેન્સેક્સ અને નિફ્ટીમાં બંને તરફની વધ-ઘટ

અમદાવાદ: આજે શેરબજારમાં ખૂલતાંની સાથે જ સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી ૧૧,૧૦૦ના આંકને વટાવવામાં સફળ રહી હતી, જ્યારે…

24 mins ago

પુરુષ બ્લડ ડોનરને પૂછવામાં આવશેઃ ‘તમે ગે તો નથી ને?’

મુંબઇ: બ્લડ ડોનેટ કરનાર ડોનરે હવે કેટલાક વધુ સવાલના જવાબ આપવા પડશે. આ સવાલ તેમના જાતીય જીવનને લઇ હશે, જેમ…

31 mins ago