જ્યાં વરસાદ નથી ત્યાં જરૂરથી પાણી પહોંચાડાશેઃ CM રૂપાણી

ગાંધીનગરઃ સૌરાષ્ટ્રમાં પુર બાબતે CM રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં સૌરાષ્ટ્રમાં વરસાદમાં થયેલ નુકસાન અંગે CM રૂપાણીએ નિવેદન આપ્યું હતું. CMની અધ્યક્ષતા હેઠળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પુર અને વરસાદની સમીક્ષા અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

CM રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે. આજે બધાં જ ડિપાર્ટમેન્ટ સાથે મેં બેઠક પણ કરી હતી. જો કે આજે વરસાદ ઓછો હતો. ગુજરાતમાં ગયાં વર્ષ કરતાં ૩ ટકા વધુ વરસાદ પડ્યો છે. ડેમોમાં પણ નવા નીરની આવક થઈ છે. રાજ્યનાં તમામ તાલુકામાં વરસાદ પડ્યો છે.

જો કે જ્યાં વરસાદ નથી ત્યાં પાણી જરૂરથી પહોંચાડાશે. અત્યારે ઉનાનું એક ગામ સંપર્ક વિહોણું પણ બન્યું છે. અસરગ્રસ્તોને 27 હજાર ફુડ પેકેટ અપાયાં છે. રાજ્યમાં 14 લોકોનાં ડુબવાંથી મોત થયાં છે. બધા ગામમાં વીજળી પણ શરૂ થઈ ગઈ છે. ૧૬૦ પશુઓ મૃત્યુ પામ્યાં છે. કાલથી મહેસૂલ વિભાગની 161 ટીમ સર્વે કરશે. આરોગ્યની ૨૯૦ ટીમ આવતી કાલથી કામે લાગી જશે.

રાજ્યમાં 111 રસ્તાઓને નુકશાન થયું છે તે પણ ઝડપથી રિપેર કરાશે. આવતી કાલથી આરોગ્ય વિભાગની 290 ટીમો પણ કામે લાગી જશે. NDRFની 22 ટીમો હાલ કાર્યરત થઇ ગઇ છે. ૭૦૦ લોકોને પણ સમયસર બચાવી લેવાયાં છે. 700 લોકોને સમયસર બચાવી લેવાયાં છે.

આવતીકાલથી નુકસાનીનો સર્વે પણ શરૂ કરાશે. ૨૫ જેટલાં ગામો અસરગ્રસ્ત થયાં છે. બનાસકાંઠાની ગયા વર્ષની કામગીરી સંપુર્ણ રીતે પુરી થઈ છે. ખેડૂતોને નુકશાન પણ સર્વે કરીને અપાશે. 14 ડેમો ઓવરફલો થયાં છે. પાણી ઓસરવાની શરૂઆત થઇ ચુકી છે.

ઓરી રુબેલા બાબતે પણ અમે તપાસ કરીશું. અમે ચોક્કસથી તપાસ કરીને નક્કી કરીશું કે કેમ આવું થયું. આ રસી લાખો બાળકોને ફાયદાકારક જ રસી છે. કુંવરજી બાવળિયા ત્યાં સતત બેસીને લોકોની સેવા કરે છે. ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ થયો હોવાંથી નર્મદાનું પાણી પણ ત્યાં આપવામાં આવશે.

Dhruv Brahmbhatt

Recent Posts

અમદાવાદમાં 22-23 સપ્ટે.નાં રોજ યોજાશે દેશની પ્રથમ “દિવ્યાંગ વાહન રેલી”

અમદાવાદઃ વિશ્વમાં પ્રથમ વખત દિવ્યાંગ વાહન રેલી યોજવામાં આવશે. શનિવારે અમદાવાદ અંધજન મંડળ વસ્ત્રાપુરથી સવારે આ રેલી 7.30 કલાકે શરૂ…

20 mins ago

UGCનો દેશની યુનિવર્સિટીઓને આદેશ, 29 સપ્ટે.નાં રોજ ‘સર્જિકલ સ્ટ્રાઇક ડે’ની કરાશે ઉજવણી

UGCએ એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં દેશભરની તમામ યુનિવર્સિટીઓને 29 સપ્ટેમ્બરનાં રોજ 'સર્જિકલ સ્ટ્રાઈક દિવસ' મનાવવાનું ફરમાન જાહેર કર્યું…

53 mins ago

‘યુનાઇટેડ વૅ ઑફ બરોડા’નાં આયોજકો દ્વારા ગરબાની ફીમાં વધારો, ખેલૈયાઓનો ઉગ્ર વિરોધ

વડોદરાઃ શહેરમાં ગરબાનાં આયોજકો દ્વારા ફીમાં વધારો કરવામાં આવ્યો છે. "યુનાઈટેડ વે ઓફ બરોડા"નાં આયોજકો દ્વારા ગરબાની ફીમાં એકાએક વધારો…

1 hour ago

ગુજરાતનો વિકાસ ના થયો હોય તો હું, નહીં તો રાહુલ છોડી દે રાજકારણ: નીતિન પટેલ

બનાસકાંઠાઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાહુલ ગાંધીને આ વખતે રાજકારણને લઇ ખુલ્લો પડકાર ફેંક્યો છે. ગુજરાતનાં વિકાસ મુદ્દે રાહુલ ગાંધીને…

3 hours ago

કપડાં ખરીદતા પહેલાં સાવધાન!, લોગોનાં દુરઉપયોગ સાથે મળી આવી 375 નકલી લેગીન્સ

સુરતઃ જો તમે કપડાની ખરીદી કરતા હોવ તો તમારે હવે સાવધાન થવાની જરૂર છે. કારણ કે આજ કાલ માર્કેટમાં બ્રાન્ડેડ…

3 hours ago

PM મોદી ફરી વાર 30 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે, જાણો કયાં સ્થળે લેશે મુલાકાત…

રાજકોટઃ PM મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેંન્દ્ર મોદીનાં કાર્યક્રમમને લઈને તડામાર તૈયારીઓ…

4 hours ago