CM વિજય રૂપાણી રાજકોટ ખાતે નારી તુ નારાયણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં

મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ ખાતે નારી તું નારાયણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સીએમ રૂપાણીએ મહિલા સભાને સંબોધન દરમિયાન તેમણે નારી સન્માનની ભાવના જાગ્રત થાય તેનું આહ્વાન કર્યું હતું, તો સાથે જ રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્ર સન્માનની વાત કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. મુખ્યપ્રધાન રૂપાણીએ જેએનયુમાં થયેલી દેશ વિરોધી નારાબાજીનો ઉલ્લેખ કરીને તેમણે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા.

ઉલ્લેખનીય છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને હાલ રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની વિશેષમાં ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આજરોજ સીએમ વિજય રૂપાણીએ ટ્વિટ કરીને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પ્રશ્નનો વળતો જવાબ આપ્યો હતો. સીએમ રૂપાણીએ કહ્યું હતું કે દેશ 70 વર્ષના કુશાસન ભ્રષ્ટાચાર અને વંશવાદનો જવાબ આપી રહ્યો છે.

You might also like