VIDEO: 20 ફેબ્રુઆરી બાદ રજૂ થશે ગુજરાતનું બજેટઃ CM વિજય રૂપાણી

ગુજરાતઃ સરકાર દ્વારા આગામી 20 જાન્યુઆરી બાદ બજેટ રજૂ કરવામાં આવશે. ત્યારે હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બજેટ અંગે નિવેદન આપતાં જણાવ્યું કે,”20 ફેબ્રુઆરી બાદ સરકાર દ્વારા આ બજેટ રજૂ કરવામાં આવશે. આ બજેટ દરેક સમાજને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવશે.

બજેટમાં સૌનાં હિતનો સમાવેશ કરાશે. દરેક લોકોનું હિત થાય એ જ રીતે બજેટ રજૂ કરવામાં આવશે.” ઉલ્લેખનીય છે કે શહેરનાં રેસકોર્સ મેદાનમાં આર્મી ડેને લઇ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં સીએમ રૂપાણીએ શહીદ જવાનોને સલામી આપી હતી.

તેવાં સમયે ત્યાં રૂપાણીએ બજેટ અંગે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે,”કેન્દ્રીય બજેટ 1લી ફેબ્રુઆરીનાં રોજ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત ફેબ્રુઆરી મહિનાનાં ત્રીજા સપ્તાહમાં વિધાનસભાનું બજેટ સત્ર પણ શરૂ કરવામાં આવશે.

આ બજેટ સત્રનાં પ્રથમ દિવસે જ નવા અધ્યક્ષની વરણી કરવામાં આવશે. આ બજેટ સત્ર 31મી માર્ચ સુધી ચાલુ રહેશે. તેમજ 23 જાન્યુઆરીએ પ્રોટેમ સ્પીકરની પણ વરણી કરવામાં આવશે.”

You might also like