Video: વડોદરામાં 7મી આંતરરાષ્ટ્રીય મેરેથોનનો CM રૂપાણીએ કરાવ્યો પ્રારંભ

વડોદરામાં 7મી આંતરાષ્ટ્રીય મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના નવલખી મેદાનમાંથી નીકળતી મેરેથોનનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો.

સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા 7 વર્ષથી આંતરરાષ્ટ્રીય મેરેથોન દોડનું આયોજન કરવામાં આવે છે, અને તેમાં વડોદરાવાસીઓ હોંશે હોંશે ભાગ લે છે. આ મેરેથોનમાં દેશ-વિદેશના ડવીરો ભાગ લઇ રહ્યા છે.

આફ્રિકા, કેનેડા જેવા વિવિધ દેશોમાંથી આવેલા 100 દોડવીરોએ ભાગ લીધો હતો. આ મેરેથોનમાં કુલ 90 હજારથી વધુ દોડવીરો ભાગ લઈ રહ્યા છે. મેરેથોન દોડ 42, 21, 10 અને 5 કિલોમીટરની દોડ હતી. 75 જેટલી કોર્પોરેટ કંપનીઓમાંથી પણ 32,000 દોડવીરોએ ભાગ લીધો છે.

આ વખતે 5 કિમીની મેરેથોનમાં હોમ કમિંગ રન નામથી એક નવી કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કેટેગરીમાં વિદેશમાં વસતા ગુજરાતીઓ પોતાની માતૃભૂમિ પર આવીને મેરેથોનમાં ભાગ લઈ શકે છે. એક મેરેથોનમાં દિવ્યાંગ મેરેથોનની કેટેગરી પણ રાખવામાં આવી છે, જેમાં ગાયક કલાકાર સનત મહેતા પણ વ્હીલ ચેર સાથે ભાગ લઈ રહ્યા છે.

You might also like