VIDEO: અમદાવાદનાં ખાડિયાની પોળમાં CM વિજય રૂપાણીએ પરિવાર સાથે માણી ઉત્તરાયણ

અમદાવાદઃ આજે સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણનાં એટલે કે મકરસંક્રાતિનાં પર્વની પૂરા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે વહેલી સવારથી જ નવયુવાનો અને સર્વે પતંગરસિયાઓ ધાબા પર ચડી ગયા હતાં. સવારથી જ ધાબા પર પતંગ રસિયાઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ઉતરાયણનાં પર્વની ભારે ઉજવણી કરી છે. સીએમ વિજય રૂપાણીએ ખાડિયામાં ભૂષણ ભટ્ટનાં ઘરે પતંગ ચગાવ્યો હ તો. આ દરમ્યાન તેમની સાથે પત્ની અંજલી રૂપાણી તેમજ અભિનેતા મનોજ જોશી પણ હાજર રહ્યાં હતાં.

આજે સીએમ વિજય રૂપાણીએ અને તેમનાં પત્ની અંજલી રૂપાણીએ અમદાવાદનાં ખાડીયા વિસ્તારમાં પતંગ ચગાવીને ઉત્તરાયણને સેલિબ્રેટ કરી હતી. તેઓ આજ સવારથી જ પતંગ રસિયાઓનો ઉત્સાહ વધારવા ખાડીયા વિસ્તારમાં પહોંચી ગયાં હતાં.

જ્યાં સીએમ વિજય રૂપાણીએ કોટ વિસ્તારની ઉત્તરાયણનો લ્હાવો લીધો હતો અને પેચ લડાવ્યાં હતાં. જ્યારે તેમનાં પત્ની અંજલી રૂપાણીએ વિજય રૂપાણીની ફીરકી પકડવામાં મદદ કરી હતી. આ સાથે જ રૂપાણીએ શાંતિથી ઉત્તરાયણની મજા માણવાનો સંદેશ પણ લોકોને આપ્યો હતો.

You might also like