CM રૂપાણીએ રાજ્યવર્ધનસિંહ રાઠોરની ચેલેન્જને સ્વિકારતા VIDEO કર્યો ટ્વિટ

ગુજરાતઃ છેલ્લાં કેટલાંક સમયથી ભાજપનાં નેતાઓમાં ફિટનેસનાં વીડિયોને લઈ એકબીજા સામે સતત ચેલેન્જ ચાલી રહી છે. ત્યારે તાજેતરમાં જ તે વીડિયોમાં હવે વધુ એક ઉમેરો થયો છે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપા ણીએ પોતાની ફિટનેસને બતાવતો એક વીડિયો ટ્વિટ કર્યો છે.

જેમાં તેઓ સૂર્ય નમસ્કાર અને સાયકલિંગ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોરે ફિટનેસને લઈને ચેલેન્જ આપી હતી. જેનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વીકાર કર્યો છે અને બાદમાં પોતાની ફિટનેસને લઇ વીડિયો પોતાનાં ટ્વિટર દ્વારા આ ચેલેન્જને માન આપ્યું છે.

અગત્યની વાત છે કે આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીએ આપેલી ફિટનેસની ચેલેન્જને સ્વિકારી હતી. વિરાટ કોહલીએ પોતાની એક્સરસાઈઝનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં પોતાની પત્ની અનુષ્કા, ધોની અને PM મોદીને ચેલેન્જ પૂરી કરવા માટે ટેગ કર્યા હતાં. જેને લઇને PM મોદીએ પણ આ ચેલેન્જનો સ્વિકાર કર્યો હતો.

You might also like