CM રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, PM મોદીના હસ્તે થશે લોકાર્પણ

નર્મદા ડેમ પાસે સરદાર વલ્લભભાઈ પટેલનું ભવ્ય સ્ટેચ્યુનુ નિર્માણ થઈ રહ્યુ છે. 31 ડિસેમ્બર, 2014થી ભવ્ય સ્ટેચ્યુનું કામ શરૂ થયુ હતું. 31 ઓકટોમ્બરે સરદાર પટેલની જન્મજયંતિ હોવાથી પીએમ મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ લોકાર્પણ થશે.

હાલ સરદાર પટેલની ભવ્ય અને પૂરા કદની પ્રતિમાનું 60 ટકા જેટલું કામ પૂર્ણ થયુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સીએમ રૂપાણીએ કામનું નિરીક્ષણ પણ કર્યુ હતુ.

કામનુ નિરીક્ષણ કર્યા બાદ સીએમ રૂપાણીએ સર્કિટ હાઉસમાં અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ અને ડેમના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સીએમ રૂપાણીએ ડેમના અધિકારીઓને 31 ઓકટોમ્બરે સુધીમાં કામ પૂર્ણ કરવા માટે સૂચના પણ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, વિશ્વનું સૌથી ઊંચુ વિરાટ સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થઈ રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા નદી ઉપર સરદાર સરોવર ડેમથી 3 કિલોમીટર દૂર નર્મદા નદીના પટમાં બનાવવામાં આવી રહ્યુ છે.

 

You might also like