VIDEO: CM રૂપાણીએ મેટ્રો પ્રોજેક્ટની કરી સમીક્ષા, અન્ડરગ્રાઉન્ડ ટનલની લીધી મુલાકાત

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદ શહેરની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ મેટ્રો પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. વિજય રૂપાણી સાથે અમદાવાદનાં મેયર અને કમિશ્નર પણ ઉપસ્થિત રહ્યાં હતાં. અન્ડરગ્રાઉન્ડ સ્ટેશનની વિજય રૂપાણીએ મુલાકાત લીધી હતી. મેટ્રો પ્રોજેક્ટમાં 25 મીટર નીચે ટનલ બનાવવામાં આવી રહી છે.

જેનું નિરીક્ષણ CM રૂપાણી સહિત અમદાવાદનાં મેયર, કમિશ્નર અને અન્ય અધિકારીઓએ પણ કર્યું હતું. CM રૂપાણીએ કહ્યું હતું કે, મેટ્રોની 6.5 કિલોમીટરની અન્ડરગ્રાઉન્ડ ટનલ બનાવાશે. ગોમતીપુરથી સરસપુર, કાલુપુર, શાહપુર સુધી અન્ડરગ્રાઉન્ડ રેલ્વે લાઈન નંખાશે અને હેરિટેજ ઈમારતને નુકસાન ન થાય તેવી રીતે કામ કરાશે.

બીજી તરફ CM રૂપાણીએ કહ્યું કે, રેલ્વે ટ્રેક પર ઓવરહેડ ઈલેક્ટ્રીક લાઈન નહીં હોય. ટ્રેકને સમાંતર પાવરલાઈન રહેશે અને મેટ્રો કોચ 27થી 28 સપ્ટેમ્બર દરમ્યાન અમદાવાદ પહોંચશે. જે સાઉથ કોરિયાથી લાવીને રિવરફ્રન્ટ પર મુકવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2019થી અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડતી થશે. મેટ્રોનો પહેલો રૂટ વસ્ત્રાલથી એપરલ પાર્કનો હશે. જેનું કામ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઇ જશે. વાસણાથી સાબરમતી રૂટનું કામ પણ લગભગ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઇ જશે. મેટ્રો પ્રોજેક્ટ હેઠળ કાલુપુર સ્ટેશનમાં ત્રણ ટ્રેનોનો સમન્વય થશે. જે માટે કાલુપુરમાં ત્રણ લેયરનું સ્ટેશન બનાવાશે.

You might also like