VIDEO: જે હોસ્પિટલમાંથી આતંકીઓ ઝડપાયા તે હોસ્પિટલનાં અહેમદ પટેલ હતાં ટ્રસ્ટીઃ સીએમ રૂપાણી

ગુજરાતઃ સીએમ વિજય રૂપાણીએ સુરત અને અંકલેશ્વરથી જે આતંકવાદીઓ પકડાયા હતાં તેનાં પર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું. જેમાં તેઓએ નિવેદન આપતા જણાવ્યું કે હોસ્પિટલ કોંગ્રેસનાં નેતા અહેમદ પટેલની છે. સેન્ટ્રલ IBનાં ઇનપુટ્સનાં આધારે આ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે આતંકીઓ સુરત અને અંકલેશ્વરથી ઝડપાયા તે હોસ્પિટલ કોંગ્રેસનાં નેતાની છે. કોંગ્રેસનાં નેતાઓનો આ આંતકીઓ સાથે શું સંબંધ છે. આ આતંકીઓ અહેમદ પટેલની હોસ્પિટલમાંથી ઝડપાયા હતાં. આ હોસ્પિટલનું ઉદઘાટન પૂર્વ રાષ્ટ્રપતિનાં હસ્તે કરાયું હતું. આ આતંકીઓ જ્યારે ઝડપાયા તેનાં બે દિવસ અગાઉ અહેમદ પટેલે રાજીનામું આપ્યું હતું. અહેમદ પટેલ આ હોસ્પિટલનાં ટ્રસ્ટી હતાં.

અહેમદ પટેલ તે હોસ્પિટલમાં ટ્રસ્ટી તરીકે લાંબો સમય સુધી રહી ચૂક્યા છે. તે જ હોસ્પિટલમાં ઝડપાયેલા આ આતંકવાદીઓ પૈકી એક આતંકવાદી લેબ ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતો હતો. સીએમ વિજય રૂપાણીએ કોંગ્રેસને સવાલો કર્યા હતાં. કે ક્યારથી હોસ્પિટલમાં આ આતંકી ગતિવિધિ ચાલી રહી હતી. શું હોસ્પિટલે આતંકીનાં બેકગ્રાઉન્ડને ચેક કર્યું હતું. કોંગ્રેસ આ તમામ સવાલોનાં જવાબ આપે.

You might also like