ઉપલેટાના પ્રાંસલા શિબિરમાં આગ લાગવવાનો મામલો, સીએમ રૂપાણીએ તપાસના આદેશ આપ્યા

0 10

ઉપલેટાના પ્રાંસલા શિબિરમાં આગ લાગવવાનો મામલે સીએમ વિજય રૂપાણીએ રાજકોટ કલેકટરને તપાસના આદેશ આપ્યા હતાં. તેમજ મૃતકોના પરિવારજનોને 4-4 લાખની સહાયની જાહેરાત કરી હતી. પ્રાંસલા દૂર્ઘટનાના અંગે સીએમ વિજય રૂપાણીએ શોક વ્યકત કર્યો હતો તેમજ ટ્વીટ કરી શોક વ્યકત કર્યો હતો. તેમજ મૃતકોના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના પણ કરી હતી.

રાજકોટના ઉપલેટા પાસેના પ્રાંસલામાં ચાલી રહેલી રાષ્ટ્રકથા શિબિરમાં વિદ્યાર્થિનીઓના ટેન્ટમાં રાત્રે આગ ભભૂકી ઉઠી હતી. આ આગમાં 3 શિબિરાર્થી કિશોરીઓ ભડથું થઇ ગઇ હતી, જયારે 15 કિશોરીઓ દાઝી ગઈ હતી.

તમામ ઈજાગ્રસ્ત થયેલી કિશોરીઓને ધોરાજી, પોરબંદર અને ઉપલેટાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ છે. જાણકારી પ્રમાણે 10 દિવસથી ચાલતી આ રાષ્ટ્રકથાનો શુક્રવારે છેલ્લો દિવસ હતો, ત્યારે જ આગ લાગવાની ઘટના બની હતી.

loading...

Leave A Reply

Your email address will not be published.