વિકાસ નથી થયો તેથી ગ્રામજનોમાં રોષ, નીતિશ કુમારના કાફલા પર પથ્થરમારો

0 5

પટણા, શનિવાર
બિહારના બકસર જિલ્લામાં નીકળેલી વિકાસ સમીક્ષા યાત્રા દરમિયાન મુખ્યપ્રધાન નીતીશકુમારના કાફલા પર કેટલાંક અસામાજિક તત્ત્વોએ પથ્થરમારો કરતાં અનેક ગાડીઓના કાચ તૂટી ગયા હતા. જોકે આ દરમિયાન મુખ્યપ્રધાનની ગાડીને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવતાં તેમનો બચાવ થયો હતો.

બકસર જિલ્લાના નંદન ગામમાં મુખ્યપ્રધાનનો કાફલો વિકાસ સમીક્ષા યાત્રા સાથે પહોંચ્યો હતો ત્યારે ગામના કેટલાંક અસામાજિક તત્ત્વોએ આ કાફલા પર પથ્થરમારો કરતાં કેટલીક ગાડીઓના કાચ તૂટી ગયા હતા. તેમજ કેટલાક સુરક્ષા કર્મચારીને ઈજા થઈ હતી. ગામના જ ચમટોલીના લોકોનું કહેવું હતું કે વિકાસ માત્ર મુખ્યપ્રધાનને જ દેખાડવા પૂરતો જ થયો છે. આ ગામના જ બીજા વિસ્તારમાં કોઈ જ વિકાસ થયો નથી.

તેવા આક્ષેપ સાથે મુખ્યપ્રધાનના કાફલા પર પથ્થરમારો થતાં ભારે નાસભાગ મચી ગઈ હતી. આ ગામ તેમજ આસપાસના ગામના લોકોનો આક્ષેપ હતો કે સાત જેટલા કાર્યક્રમ હેઠળ કોઈ જ કામ થયાં નથી.તેથી ગામ લોકો મુખ્યપ્રધાનને ગામમાં બોલાવવા માગણી કરી રહ્યા હતા. પણ તેઓ ગામમાં ગયા ન હોવાથી રોષે ભરાયેલા કેટલાક લોકોએ કાફલા પર પથ્થરમારો કર્યો હતો. જોકે પથ્થરમારા બાદ નીતીશ કુમારને ગામમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી બે કિલોમીટર દૂર એક ફાર્મમાં લઈ જવાયા હતા.

loading...

Leave A Reply

Your email address will not be published.