OMG! ઈરાકમાં 3800 વર્ષ જૂનો શિલાલેખ મળ્યો, ગ્રાહકની સૌથી પહેલી ફરિયાદનો પુરાવો

બગદાદ: દુનિયામાં કોઇ ગ્રાહકની દુકાનદાર સાથેની ફરિયાદનો સૌથી જૂનો પુરાવો મળ્યાનો દાવો કરાયો છે. મેસોપોટેમિયા રાજ્યના ઉર શહેરમાંથી મળેલા એક શિલાલેખમાં ગ્રાહકે લખ્યું હતું કે વેપારીએ જે પ્રકારના તાંબા અંગે જણાવ્યું હતું તેવું તાંબુ આપ્યું નથી.

આ શિલાલેખ ૧૭પ૦ ઇસવીસન પૂર્વેનો છે. મતલબ કે લગભગ ૩૮૦૦ વર્ષ જૂનો છે. આ શિલાલેખ લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં સુર‌િક્ષત છે.

શિલાલેખ મુજબ નાની નામની વ્યક્તિએ આ-નાસીર નામના વેપારીને લખેલી ફરિયાદમાં કહ્યું હતું કે તેને ખરાબ ગુણવત્તાવાળું તાંબું આપવામાં આવ્યું અને તેને પહોંચાડવામાં મોડું પણ કર્યું. અકાદિયન ભાષામાં લખાયેલી આ ફરિયાદની લિપિ  ‌કિલાકાર છે, જે લેખનશૈલીનું સૌથી શરૂઆતનું રૂપ માનવામાં આવે છે.

નાનીએ પોતાના સંદેશમાં લખ્યું છે કે જ્યારે તમે મારી પાસે આવ્યા હતા ત્યારે તમે મને સારી ગુણવત્તાવાળું તાંબુ આપવાનું કહ્યું હતું, પરંતુ તે તેવું ન નીકળ્યું, જેનો તમે વાયદો કર્યો હતો.

જો તમે તે પાછું લઇ જવા ઇચ્છતા હો તો લઇ જાઓ. જો લઇ જવા નથી ઇચ્છતા તો પણ કોઇ વાંધો નહીં. આખરે તમે મારી પાસેથી શું લઇ ગયા, પરંતુ આ રીતે તમે કોઇ અન્યને પણ દગો કરશો.

મેં કેટલાક સજ્જન લોકોને ઘણી વાર તમારી પાસે પૈસા લેવા મોકલ્યા, પરંતુ દરેક વખતે તમે તેમને ખાલી હાથ મોકલી દીધા. શું કોઇ વેપારી આવું ખરાબ વર્તન કરી શકે? તમે એકમાત્ર છો, જેણે મારા સંદેશાવાહક સાથે પણ ખરાબ વર્તન કર્યું. તમે પણ તમારી વાત કહેવા આઝાદ છો.

નાનીએ પોતાના સંદેશમાં પડકાર આપતાં કહ્યું કે તાંબા માટે મારી સાથે આવું વર્તન શા માટે કર્યું. તમે મારી પાસેથી જે પૈસા લઇ ગયા છો તે પાછા આપવા પડશે. મારે કોઇ પણ રીતે તમારું તાંબું જોઇતું નથી.

divyesh

Recent Posts

શું પાર્ટનર સાથે પોર્ન ફિલ્મ નિહાળવી જોઇએ?, આ રહ્યું શંકાનું સમાધાન…

ઘણાં સમય પહેલાં સેક્સને લઇ એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં આ સર્વે દ્વારા એવું જાણવાની કોશિશ કરવામાં આવી હતી…

4 hours ago

બુલેટ ટ્રેન મામલે વાઘાણીનું મહત્વનું નિવેદન,”કોંગ્રેસ માત્ર વાહિયાત વાતો કરે છે, એક પણ રૂપિયો અટકાયો નથી”

અમદાવાદઃ PM નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને જાપાનની એજન્સી દ્વારા એક મોટો ઝટકો આપવામાં આવ્યો છે. જેમાં આ પ્રોજેક્ટને…

5 hours ago

સુરતમાં દારૂબંધીને લઈ યોજાઇ વિશાળ રેલી, કડક અમલની કરાઇ માંગ

સુરતઃ શહેરમાં દારૂબંધીને લઈને વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દારૂનાં કારણે મોતને ભેટેલાં લોકોનાં પરિવારજનો પણ ખૂબ મોટી સંખ્યામાં…

6 hours ago

રાષ્ટ્રપતિનાં હસ્તે વિરાટ કોહલી અને મીરા બાઈ ચાનૂને ખેલ રત્ન એવોર્ડ

જલંધરઃ ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીને રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહ દરમ્યાન રમત સાથે જોડાયેલ વિશિષ્ટ સમ્માન ખેલ રત્ન…

8 hours ago

રાજકોટઃ લસણનાં ભાવમાં એકાએક ઘટાડો થતાં ખેડૂતોને રોવા દહાડો

રાજકોટઃ શહેરનાં માર્કેટિંગ યાર્ડમાં લસણનાં ભાવમાં એકાએક ઘટાડો થયો છે. હાલમાં એક મણ લસણનો ભાવ 20થી 150 સુધી નોંધાયો છે.…

9 hours ago

બુલેટ ટ્રેનઃ PM મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટનું જાપાની એજન્સીએ અટકાવ્યું ફંડીંગ, લાગી બ્રેક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને એક મોટો ઝટકો લાગ્યો છે. આ પ્રોજેક્ટને લઇ ફંડિંગ કરતી જાપાની કંપની જાપાન…

10 hours ago