Categories: Gujarat

૧૩પ૦ સફાઈ કર્મચારીનો ઓગસ્ટ મહિનાનો પગાર કપાયો

અમદાવાદ: ગત તા.રર ઓગસ્ટથી કાયમી કરવાની માગણી સાથે અચોક્કસ મુદતની હડતાળ પર ઊતરેલા નવા પશ્ચિમ ઝોન સહિતના અન્ય ઝોનમાં ગુજરાત મજદૂર સભા સાથે જોડાયેેલ આશરે ૧૩પ૦ સફાઇ કર્મચારીનો છેલ્લા ઓગસ્ટ મહિનાનો પૂરેપૂરો પગાર કપાતાં સફાઇ કર્મચારીમાં ભારે રોષ ફેલાયો છે.

નવા પશ્ચિમ ઝોનમાં વેજલપુર, જોધપુર, ઘાટલોડિયા, મકતમપુરા અને સરખેજ વોર્ડ ઉપરાંત પશ્ચિમ ઝોનના રાણીપ તેમજ અન્ય ઝોનના ઇસનપુર, ઓઢવ, ઇન્દ્રપુરી, લાંભા, ઘોડાસર જેવા વોર્ડમાં આજે ૧૭ દિવસથી રોડની સફાઇની કામગીરી ઠપ થઇ છે.

ગઇ કાલે મકરબા ખાતે અમુક તોફાની તત્વોએ રોડ-ટુ-ડમ્પની ગાડીને ઊથલાવી દીધી હતી. આ હડતાળના પગલે મ્યુનિસિપલ તિજોરીને અત્યાર સુધીમાં આશરે રૂ.૩૦ લાખનું નુકસાન થઇ ચૂક્યું છે. આની સાથે સાથે લોકો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

બીજી તરફ રાણીપ ગામ શાક માર્કેટથી ગુજરાત મજદૂર સભાના નેતૃત્વ હેઠળ આજે બપોરે ૩ વાગ્યે રેલીનું આયોજન કરાયું છે. આ યુનિયનના પ્રમુખ અમરીશ પટેલે એવો દાવો કર્યો છે કે સ્થાનિક લોકો પણ સફાઇ કર્મચારીઅોના સમર્થનમાં રેલીમાં જોડાશે.

divyesh

Recent Posts

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

10 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

11 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

11 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

11 hours ago

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિવિધ યોજનાઓમાં દિવ્યાંગોને અપાશે અગ્રિમતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગોને વિવિધ યોજનામાં અગ્રિમતા આપવામાં આવશે. ભરતીમાં 4 ટકાનાં ધોરણે લાભ…

11 hours ago

ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે…

12 hours ago