હરિદ્વારમાં દર ત્રણ કલાકે ગંગાઘાટની સફાઈ કરવામાં આવેઃ હાઈકોર્ટ

હરિદ્વાર: હાઇકોર્ટે હરિદ્વારના ગંગાઘાટ પર દર ત્રણ કલાકે સફાઇ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ માટે ડીએમ હરિદ્વારને નોડલ અધિકારી બનાવ્યા છે. સાથે સાથે સિંચાઇ વિભાગ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ ઉપરાંત જલ સંસ્થાને પણ ગંગાની સફાઇ માટે ઠોસ પગલાં ભરવાના આદેશ આપ્યા છે.

કોર્ટે ગંગાની અવિરલતા માટે નાળા અને સીવરના પાણીને કોઇ પણ સંજોગોમાં ગંગા સુધી પહોંચતા રોકવાના સખત આદેશ આપ્યા છે. કોર્ટે આ આદેશ હરિદ્વાર નિવાસી નરેન્દ્ર તરફથી દાખલ કરાયેલી જનહિતની અરજીની સુનાવણી દરમિયાન આપ્યા. યાચિકામાં કહેવાયું હતું કે ઘાટોની નિયમિત સફાઇ નહીં થવાથી ગંદકી ફેલાઇ રહી છે અને ગંગામાં પ્રદૂષણ વધી રહ્યુું છે.

મંગળવારે કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂૂર્તિ રાજીવ શર્મા અને ન્યાયમૂર્તિ મનોવકુમાર તિવારીની ખંડપીઠ સમક્ષ કોર્ટ કમિશનર કેતન જોશી અને નિખિલ સિંઘલે રિપોર્ટ પ્રસ્તુત કર્યા. રિપોર્ટમાં ચોટીવાલા હોટલ પાસે નાળાં, હોટલ, કુશાવર્ત ઘાટ, ગૌઘાટમાં હજુ પણ ગંદકી હોવાનો ઉલ્લેખ કર્યો.

ખંડપીઠે આ રિપોર્ટના આધારે નગર નિગમ અને જિલ્લા પ્રશાસનને ગંદકીવાળા ઘાટ અને નાળાંઓની દર ત્રણ કલાકે સફાઇ કરવાના આદેશ આપ્યા.

આ કામની દેખરેખ માટે જિલ્લા અધિકારી દીપક રાવતને નોડલ અધિકારી તરીકે નિયુકત કરાયા. કોર્ટ કમિશનરે પોતાના રિપોર્ટમાં હરિદ્વારના ઘણા ઘાટ પર પોલિથીન મળવાનો પણ ઉલ્લેખ કર્યો. મહિલા તીર્થયાત્રીઓને કપડાં બદલવા માટે રપ રૂમ અને શૌચાલય બનાવવાના પણ આદેશ આપ્યા.

divyesh

Recent Posts

રાફેલ ડીલ મુદ્દે રાહુલ ગાંધીનાં આકરા પ્રહાર, કહ્યું,”પ્રધાનમંત્રી ભ્રષ્ટ છે”

ન્યૂ દિલ્હીઃ રાફેલ વિમાનનાં કરાર પર ફ્રાન્સનાં પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંક્વા ઓલાંદનાં નિવેદન બાદથી કેન્દ્ર સરકાર આલોચનાઓનાં ઘેરે આવી ગઇ છે.…

9 mins ago

એક વાર ફરી પડદે દેખાશે નોરા ફતેહીનો “દિલબર” અંદાજ, ટૂંક સમયમાં આવશે અરબી વર્ઝન

મશહૂર બેલી ડાન્સર નોરા ફતેહી બોલીવુડ ફિલ્મ "સત્યમેવ જયતે"માં આઇટમ નંબર "દિલબર"થી લોકોનાં દિલમાં ધમાલ મચાવી ચૂકેલ છે. આ ગીતથી…

52 mins ago

અમદાવાદ શહેરમાં સ્વાઇન ફલૂથી વધુ એકનું મોત

અમદાવાદ: શહેરમાં સ્વાઇન ફલૂનો પ્રકોપ દિન-પ્રતિદિન વધતો જાય છે. ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે સ્વાઇન ફલૂથી ચાલુ મહિનાના ૧પ દિવસમાં ૧૦…

1 hour ago

Swiftનું સ્પેશિયલ એડિશન લોન્ચ, કિંમત આપનાં બજેટને અનુકૂળ

મારૂતિ સુઝુકીએ પોતાની સૌથી વધારે વેચાનારી કાર સ્વિફ્ટનું સ્પેશિયલ એડિશન લોન્ચ કરી લીધું છે. આ સાથે આ કારનાં માર્કેટમાં 12…

1 hour ago

ISI પ્લાન બનાવે છે, આતંકવાદી સંગઠન અંજામ આપે છેઃ એજન્સીઓનો રિપોર્ટ

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં પોલીસ કર્મચારીઓનાં અપહરણ બાદ તેમની હત્યા પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠનોની ખતરનાક યોજનાનો ભાગ છે. સરકારને સુરક્ષા એજન્સીઓ…

2 hours ago

વિશ્વ ફરી એક વખત આર્થિક મંદીના આરે

નવી દિલ્હી: લેહમેન બ્રધર્સ નાદાર થયા બાદ ૧૦ વર્ષ પછી ફરી એક વખત વૈશ્વિક આર્થિક મંદીના સંકટની આશંકા વધી રહી…

2 hours ago