Categories: Gujarat

ઝઘડામાં વચ્ચે પડેલા રિક્ષાચાલક પર ચપ્પાથી હુમલો

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં સામાન્ય બાબતોમાં ચપ્પા વડે હુમલો કરવાના કિસ્સામાં વધારો થઇ રહ્યો છે ત્યારે બે દિવસ પહેલાં બાપુનગર વિસ્તારમાં એક રિક્ષાચાલક પર ચપ્પા વડે હુમલો થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. બે યુવકો વચ્ચે થયેલા ઝઘડાને શાંત કરાવવા માટે વચ્ચે પડેલા રિક્ષાચાલક પર ચપ્પા વડે હુમલો થયો છે.

બાપુનગર વિસ્તારમાં આવેલ ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતા અને રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા ઇમરાનખાન હમીદખાન પઠાણે બાપુનગર પોલીસ સ્ટેશનમાં આસિફ કુરેશી નામના યુવક વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. તારીખ 22મી જુલાઇના રોજ સાંજના 6 વાગ્યાની આસપાસ ઇમરાનખાન રિક્ષા લઇને જતો હતો ત્યારે તેના ઘર પાસે આવેલા એક પાર્લરમાં મહોમદ તથા આસિફ નામના યુવકો કોઇ કારણોસર ઝઘડો કરતા હતા. દરમિયાનમાં ઝઘડો શાંત કરાવવા માટે ઇમરાનખાન વચ્ચે પડ્યો હતો. બન્ને વચ્ચે ઝઘડો શાંત થતાં આસિફ કુરેશી (રહે વટવા બીબી તળાવની પાસે) તું કેમ વચ્ચે આવે છે તેમ કહીને ઇમરાનખાનને ગાળો બોલવાનું શરૂ કર્યું. ઇમરાને ગાળો બોલવાની ના પાડતાં આસિફ એકદમ ઉશ્કેરાયો હતો અને તેની પાસે રહેલું ચપ્પુ કાઢીને ઇમરાનને મારી દીધું હતું. ઇમરાનને ગંભીર ઇજા પહોંચતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે હુમલો કરીને આસિફ ફરાર થઇ ગયો હતો. બાપુનગર પોલીસ આસિફ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાન પર

વાત ભલે શહેરમાં તેમના લંચની હોય કે સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટની. આપણા બોલિવૂડ સ્ટાર્સ ક્યારેય ખૂલીને વાત કરતા નથી.…

23 hours ago

નવા બાપુનગરમાં ગેરકાયદે ચાલતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશઃ ત્રણ ઝડપાયા

અમદાવાદ: શહેરના નવા બાપુનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ગેરકાયદે ચાલી રહેલ ડબ્બા ટ્રે‌િડંગનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે કરતાં ત્રણ લોકોની ધરપકડ…

23 hours ago

ધો.12ની પરીક્ષાનાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, 21મીથી લેટ ફી ભરવી પડશે

અમદાવાદ: આગામી માર્ચ મહિનામાં લેવાનારી ધો.૧ર કોમર્સ, સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે હાલ વિદ્યાર્થીઓનાં આવેદનપત્રો ભરવાની કામગીરી ચાલી રહી…

23 hours ago

સાબરમતીના કિનારે બુદ્ધની 80 ફૂટની પ્રતિમાનું નિર્માણ કરશે

ગાંધીનગર:  દેશના સૌથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રાજ્યમાં નિર્માણ થયા બાદ હવે અમદાવાદ શહેરની નજીક સાબરમતી નદીના કિનારે વિરાટ ૮૦ ફૂટની…

23 hours ago

ગાંધીનગર જતાં હવે હેલ્મેટ પહેરજો આજથી ઈ-મેમો આપવાનું શરૂ

અમદાવાદ: અમદાવાદથી ગાંધીનગર જતા હજારો નાગરિકોએ હવે આજથી ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે. ગાંધીનગરની હદમાં પ્રવેશતાં જ વાહનચાલક સીસીટીવી…

23 hours ago

મ્યુનિ. કોર્પોરેશનના લાભાર્થીના ઘૂંટણ- થાપાના રિપ્લેશમેન્ટની સહાયમાં ઘટાડો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો, કોર્પોરેટરો અને તેમના આશ્રિતોની સારવાર દરમ્યાન અપાતી ઘૂંટણ અને થાપાની ઇમ્પ્લાન્ટ…

23 hours ago