Love-Marriage મુદ્દે લદ્દાખમાં તણાવગ્રસ્ત માહોલ, મુસ્લિમોને બહાર જવા આદેશ

જમ્મુ-કશ્મીરનાં લદ્દાખ ક્ષેત્રમાં છેલ્લા કેટલાંય દિવસોથી એક સાંપ્રદાયિક મુદ્દો ઘણો ચર્ચાસ્પદ રહ્યો છે. આ તણાવ એક મુસ્લિમ યુવક(સઇદ મુર્તજા આગા) અને એક બૌદ્ધધર્મી છોકરીનાં લગ્નને લઇ સર્જાયો છે. લદ્દાખ બૌદ્ધિસ્ટ એસોસિએશનનું કહેવું છે કે બૌદ્ધિસ્ટ છોકરીને દ્રાસ વિસ્તારમાં રહેતાં એક મુસ્લિમ યુવકે ફોસલાવીને લગ્ન કરવાં માટે મજબૂર કરેલ છે. જો કે એ છોકરાનાં પરિવારનું કહેવું છે કે બંનેએ પોતાની મરજીથી આ લગ્ન કરેલ છે.

જમ્મુની એક સરકારી મેડિકલ કોલેજમાં ડોક્ટરનો અભ્યાસ કરનાર એક છોકરીએ ધર્મ પરિવર્તન કરી પોતાનું નામ શિફા રાખેલ છે, જેનું રજિસ્ટ્રેશન પોતે કર્ણાટક હાઇકોર્ટમાં કરાયું છે. બીજી બાજુ છોકરો સઇદ વ્યવસાયે એક એન્જિનિયર છે અને તે પોતે પત્ની સાથે જમ્મુમાં રહે છે. આ બંનેનાં આ લગ્નને લઇ હાલ લદ્દાખ ક્ષેત્રમાં ઘણો તણાવ ઊભો થયો છે.

મ્યાનમારમાં બૌદ્ધિસ્ટ અને મુસ્લિમ સમુદાયનાં વચ્ચે થયેલ હિંસાથી વિવાદ વધ્યો છે. વિવાદ એટલો વકર્યો છે કે લેહ શહેરમાં બોદ્ધ સમુદાયે મુસ્લિમોને પોતાનાં વિસ્તારમાંથી નીકળવાનો આદેશ કર્યો છે. બીજી બાજુ કારગિલનાં મુસ્લિમ સંઘટનોએ જમ્મુ-કશ્મીરનાં મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને આ મામલે દખલગીરી કરવાં માટે પણ કહ્યું છે અને આ કપલને રક્ષણ આપવાની અરજી પણ કરેલ છે. જમ્મુ-કશ્મીર હાઇકોર્ટે પહેલેથી સરકારને લગ્નગ્રંથીથી જોડાયેલ કપલને સુરક્ષા આપવા માટે આદેશ પણ કર્યો છે.

You might also like