નવા વાડજના ભરવાડવાસમાં બે જૂથ વચ્ચે અથડામણઃ મહિલા સહિત ત્રણને ઈજા

અમદાવાદ: શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલા મોટા ભરવાડવાસમાં ગઇ કાલે ભરવાડ કોમનાં બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી. ઘરની બહાર બીભત્સ ગાળો બોલતાં એક યુવકે પોલીસને જાણ કરતાં મારામારી થઇ હતી.

આ મારામારીમાં ત્રણ જણને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. વાડજ પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ નવા વાડજ મ્યુનિ. સ્કૂલ સામે આવેલ મોટા ભરવાડવાસમાં વિજયભાઇ સોમાભાઇ ભરવાડ રહે છે. તેમના ઘરની સામે આવેલા હનુમાન પાર્લર નામના ગલ્લા પર સંજય ભરવાડ, મહેશ ભરવાડ, અંકિત ભરવાડ, રોનક ભરવાડ, લલિત ભરવાડ, કાર્તિક ભરવાડ અને નરેશ ભરવાડ બેઠા હતા. આ તમામ શખ્સો જોરશોરથી વાતો અને ગાળાગાળી કરતા હોવાથી વિજયભાઇએ પોલીસને જાણ કરી હતી.

પોલીસ આવતાં સંજય ભરવાડ અને વિજય ભરવાડ વચ્ચે બોલાચાલી થઇ હતી. દરમ્યાનમાં સંજયના ભાઇ મૂકેશે લોખંડની પાઇપ લઇ આવી બોલાચાલી અને ઝપાઝપી કરી હતી, જેથી વિજયનાં પરિવારજનો બહાર દોડી આવ્યાં હતાં. સંજય સાથે બેઠેલા યુવકોએ પણ મારામારી શરૂ કરી હતી.

આ મારામારીમાં ‌મહિલા સહિત ત્રણને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસને જાણ થતાં વાડજ પોલીસ કાફલો ભરવાડવાસમાં દોડી આવ્યો હતો. વાડજ પોલીસે આઠ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

divyesh

Recent Posts

માયાવતીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, છત્તીસઢમાં જોગી સાથે કર્યું ગઠબંધન

છત્તીસગઢમાં છેલ્લા દોઢ દાયકાથી સત્તા પર રહેલી ભાજપ સરકાર રાજ્યમાં પોતાની સત્તા બચાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસ સત્તામાં…

4 hours ago

PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી.…

5 hours ago

સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ, દરેક મૌસમમાં અસરકારક

સ્વદેશ વિકસિત અને જમીનથી જમીન પર થોડા અંતર પર માર કરનારી એક બેલિસ્ટિક મિસાઇલનું આજરોજ ભારે વરસાદ વચ્ચે ઓડિશાના તટીય…

6 hours ago

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

6 hours ago

એમેઝોન અને સમારાએ રૂ. 4,200 કરોડમાં આદિત્ય બિરલાની રિટેઈલ ચેઈન ‘મોર’ ખરીદી

નવી દિલ્હી: ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમારા કેપિટલે મળીને આદિત્ય બિરલા ગ્રૂપની રિટેલ ચેઇન મોર (More)…

7 hours ago