Categories: Gujarat

શહેરના પોલીસ સબ ઈન્સ્પેક્ટર્સ શીખે છે સાયબર ક્રાઈમની ABCD

અમદાવાદ: શહેરમાં સાયબર ક્રાઈમના બનાવો સતત વધી રહ્યા છે. બેંકમાંથી બોલું છું તેમ કહી એટીએમ નંબર મેળવવા, ફેસબુક ઉપર કોમેન્ટ, ફેક પ્રોફાઈલ તેમજ વોટ્સએપ, ઈ મેઇલ દ્વારા છેતરપિંડી કરવામાં અાવે છે. સાયબર ક્રાઈમની ફરિયાદ કે અરજી સ્થાનિક પોલીસ મથકમાં લેવામાં આવે છે. જોકે સ્થાનિક પોલીસ સ્ટેશનના કેટલાક પોલીસ કર્મીઓને સાયબર ક્રાઈમ ઉકેલવા અંગેનું પૂરતું જ્ઞાન નથી હોતું, માટે સાયબર સેલ દ્વારા શહેરના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને સાયબર ક્રાઈમ અંગે ટ્રેનિંગ અપાઇ રહી છે.

સમગ્ર દેશની સાથે સાથે ગુજરાતમાં પણ સાયબર ક્રાઇમ રેટ સતત વધી રહ્યો છે. ગુજરાત સાયબર સુરક્ષા સેલ દ્વારા પણ તે બાબતને ધ્યાને લઇને સોશીયલ મીડિયા દ્વારા નાગરિકમાં જાગરુકતા કેળવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. તેમ છતાં નાગરિકો સાયબર ચીટરોનો ભોગ બનતા રહે છે.

જ્યારે સાયબર ક્રાઈમના વધતા જતા આંકડાને જોઇને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા પરિપત્ર બહાર પડવામાં આવ્યો હતો કે, સાયબર ક્રાઈમનો ભોગ બનનાર નાગરિકો તેમની ફરિયાદ હવે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવી શકશે અને તેની તપાસ પણ પોલીસ સ્ટેશને કરવી રહેશે . જો ગંભીર પ્રકારનો સાયબર ગુનો હોય અને જરૂર પડે તો સાયબર સેલમાં ફરિયાદ ટ્રાન્સફર કરવામાં આવશે . પરિપત્ર બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનના કર્મચારીઓને સાયબરના ગુનાઓનો ભેદ ઉકેલવા માટે ટ્રેનિંગ આપવાની શરૂઆત કરવામાં આવી છે.

સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઈમના ગુના નોંધાયા બાદ કેસની તપાસ પી. એસ.આઈ વર્ગના પોલીસ કર્મચારીને આપવામાં આવતી હોય છે માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કાર્યરત પી. એસ. આઈ ટ્રેનિંગ લઈ રહ્યા છે. આ ટ્રેનિંગ દરમિયાન પોલીસ કર્મચારીને સાયબર ક્રાઈમ શું છે, લોકોને કેવી રીતે જાગૃત કરી શકાય અને જે કોઈ નાગરિક સાયબર ક્રાઈમનો ભોગ બની ફરિયાદ કે અરજી નોંધાવે ત્યાર બાદ સાયબર ક્રાઈમના ગુનાની તપાસ કેવી રીતે કરવી જોઈએ તેની તાલીમ અપાય છે.

થોડા દિવસોમાં કોલેજોમાં પણ સાયબર ક્રાઈમથી બચવા માટે કાર્યક્રમ યોજાવામાં આવશે.કોલેજમાં અભ્યાસ કરતી યુવતીઓના ફેસબુક પર ફેક પ્રોફાઈલ એકાઉન્ટ બનતા હોય છે અને સાથે સાથે વોટ્સએપ પર પણ અજાણ્યા નંબરથી કોલ અને મેસેજ આવતા હોય છે આ પ્રકારના બનાવોને રોકવા માટે કોલેજમાં અભ્યાસ કરતી યુવતીઓને જાણકારી અપાશે.

કોલેજિયન યુવતીઅોને પણ તાલીમ અપાશે
સાયબર સેલ એસીપી રાહુલ પટેલે જણાવ્યું હતું કે, શહેરના સ્થાનિક પોલીસ મથકમાં સાયબરને લગતી ફરિયાદ લેવામાં આવે છે માટે શહેરના તમામ પોલીસ મથકના પી.એસ.આઈને સાયબર અંગે ટ્રેનિંગ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં થયેલા સેસન્સમાં 41 પોલીસ કર્મી હાજર રહ્યા છે. જેમાં તેમને સોશિયલ મીડિયા અને એટીએમના ગુનાની તપાસ માટે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. થોડા સમયમાં કોલેજોમાં વિદ્યાર્થીઓને જાગૃત કરવા ખાસ કાર્યક્રમોનું અાયોજન છે.

ટ્રેનિંગમાં ક્યા મુદ્દા પર વાત કરવામાં આવે છે
સાયબર સેલમાં સૌથી વધુ બેંકમાંથી બોલું છું તેમ કહી એટીએમ નંબર મેળવવા, છેતરપિંડી, ફેસબુક ઉપર ગંદી કોમેન્ટ, ફેક પ્રોફાઈલ તેમજ વોટ્સએપ, ઈ મેઇલ દ્વારા છેતરપિંડીના ગુના વધુ આવતા હોય છે. આ ગુનાઓની તપાસ કેવી રીતે કરવી તેની જાણકારી આપવામાં આવે છે. સાથે સાથે કોઈ નાગરિકનું ફેસબુક પર બનેલા ફેક અેકાઉન્ટને બ્લોક કેવી રીતે કરાવી શકાય અને તેના માટે કઈ વસ્તુની જરૂર પડતી હોય છે. એટલું જ નહી એટીએમ સિસ્ટમ દ્વારા થતી છેતરપિંડીને લઈને પણ તેમને સૂચના આપવામાં આવે છે. આ ટ્રેનિંગ બેંકમાં કામ કરતા એક્સપર્ટ દ્વારા આપવામાં આવતી હોય છે.

ધ્રુવી શાહ

admin

Recent Posts

માયાવતીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, છત્તીસઢમાં જોગી સાથે કર્યું ગઠબંધન

છત્તીસગઢમાં છેલ્લા દોઢ દાયકાથી સત્તા પર રહેલી ભાજપ સરકાર રાજ્યમાં પોતાની સત્તા બચાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસ સત્તામાં…

5 hours ago

PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી.…

6 hours ago

સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ, દરેક મૌસમમાં અસરકારક

સ્વદેશ વિકસિત અને જમીનથી જમીન પર થોડા અંતર પર માર કરનારી એક બેલિસ્ટિક મિસાઇલનું આજરોજ ભારે વરસાદ વચ્ચે ઓડિશાના તટીય…

7 hours ago

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

8 hours ago

એમેઝોન અને સમારાએ રૂ. 4,200 કરોડમાં આદિત્ય બિરલાની રિટેઈલ ચેઈન ‘મોર’ ખરીદી

નવી દિલ્હી: ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમારા કેપિટલે મળીને આદિત્ય બિરલા ગ્રૂપની રિટેલ ચેઇન મોર (More)…

8 hours ago