Categories: Gujarat

શહેરમાં ૧૨ સ્થળે LCD ડિસ્પ્લે તમને હવાનું પ્રદૂષણ બતાવશે

અમદાવાદ: ભારતમાં દર વર્ષે પાંચ લાખ લોકો હવામાંના પ્રદૂષણથી મૃત્યુ પામે છે. અમદાવાદમાં પણ વધતું જતું હવાનું પ્રદૂષણ નાગરિકોમાં ચિંતાનો વિષય બન્યો છે, પરંતુ આશ્ચર્યજનક રીતે શહેરમાં હવાનું પ્રદૂષણ જાણવા જરૂરી એવાં પ્રદૂષણ માપક યંત્ર જ નહોતાં, જોકે હવે મ્યુનિ. સત્તાવાળાઓએ આ દિશામાં કવાયત આરંભી દીધી હોઈ એક મહિનામાં અમદાવાદીઓ હવાના પ્રદૂષણનું પ્રમાણ જાણી શકશે.

હવાના પ્રદૂષણનો આંક શૂન્યથી પાંચસો સુધી હોઈ સો આંકથી નીચો આંક પ્રદૂષણના પ્રમાણને ‘સલામત’ દર્શાવે છે, તેનાથી ઉપરના આંક પ્રદૂષણના પ્રમાણને જોખમી-અતિજોખમી ઓળખાવે છે, જોકે નાગરિકો માટે એક મહિનામાં અમદાવાદ-ગાંધીનગરનાં દસ સ્થળોએ હવાનું પ્રદૂષણ માપતાં યંત્રો મૂકીને તેના દ્વારા મળનારા આંકને તંત્ર બાર સ્થળોએ એલઈડી ડિસ્પ્લે મૂકીને નાગરિકોને પ્રદૂષણની માહિતી પૂરી પાડશે.

મ્યુનિ. હેલ્થ વિભાગના ઈન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકી વધુમાં કહે છે, ‘હાલમાં વિશ્વનાં વીસ સૌથી પ્રદૂષિત શહેરોમાં દેશનું પાટનગર દિલ્હી અગિયારમા સ્થાને છે, પરંતુ અમદાવાદમાં ગુજરાત પોલ્યુશન બોર્ડનું એકમાત્ર હવાનું પ્રદૂષણ માપક યંત્ર હોઈ દેશનાં પ્રદૂષિત શહેરોની યાદીમાં તેનો સમાવેશ થયો નથી, જે માટે ઓછામાં ઓછાં પાંચ યંત્ર જરૂરી છે, જોકે એક મહિનામાં દસ યંત્ર મુકાઈ જશે અને દર આઠ કલાકે હવાના પ્રદૂષણની માહિતી મળવાથી દેશનાં શહેરોમાં અમદાવાદનું પ્રદૂષણનું પ્રમાણ પણ જાણી શકાશે.’ અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાના વર્ષ ૨૦૧૪ના એક રિપોર્ટ મુજબ દેશનું પાંચમું પ્રદૂષિત શહેર અમદાવાદ છે.

કયાં સ્થળોએ પ્રદૂષણ માપક યંત્ર મુકાશે?
સરદાર પટેલ સ્ટેડિયમ-નવરંગપુરા, એએમસી નર્સરી-ગ્યાસપુર-પીરાણા, શ્રમિક કાંતિ ગાર્ડન, ચકુડિયા મહાદેવ-રખિયાલ, તિલકબાગ-રાયખડ, કાલિ કલ્ચરલ સેન્ટર-ચાંદલોડિયા, ઈસરો-બોપલ, ઈસરો-સેટેલાઈટ, હવામાન કચેરી-નરોડા, સિવિલ હોસ્પિટલ-ગાંધીનગર, આઈઆઈપીએચ-ગાંધીનગર.

કયાં સ્થળોએ LED મુકાશે?
મ્યુનિ. મુખ્ય કચેરી, કાંકરિયા લેક, કાલુપુર રેલવે સ્ટેશન, વસ્ત્રાપુર લેક, આરટીઓ સર્કલ, એરપોર્ટ, વિશાલા ચાર રસ્તા, મેમ્કો ક્રોસ રોડ, વિરાટનગર ક્રોસ રોડ, સ્ટેડિયમ છ રસ્તા, ઈસરો, ગિફ્ટી સિટી.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

સુપ્રીમ કોર્ટમાં ચકચાર રાફેલ ડીલ કેસની સુનાવણી શરૂ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં રાફેલ ડીલ કેસમાં દાખલ થયેલ ચાર જનહિતની અરજી પર આજથી સુનાવણી શરૂ થઇ ગઇ છે. સુપ્રીમ…

14 mins ago

ભારતમાં નવી આર્થિક ક્રાન્તિ સાથે પોસ્ટઓફિસ પણ બની બેંકઃ PM મોદી

સિંગાપોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસનાં પ્રવાસે સિંગાપોર પહોંચી ગયાં છે. આ દરમિયાન તેઓ પૂર્વ એશિયા સંમેલન, આસિયાન-ભારત અનૌપચારિક…

23 mins ago

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

17 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

17 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

17 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

18 hours ago