Free જનમિત્રકાર્ડના ઢોલની પોલઃ દશ દિવસે પણ નાગરિકોને કાર્ડ મળતાં નથી

અમદાવાદ: મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા સ્માર્ટ સિટી મિશન હેઠળ કેશલેસ વ્યવહારને પ્રોત્સાહન આપવા ગત તા.૧થી તા.૩૦ સપ્ટેમ્બર સુધી રૂ.પ૦ અને રૂ.૭પની કિંમત ધરાવતાં જનમિત્રકાર્ડ મફતમાં આપવાની જાહેરાત કરાઇ હતી. જો કે તંત્રની અન્ય જાહેરાતની જેમ આવા ઢોલની પણ પોલ ખૂલી ગઇ છે.

નાગરિકોને દશ-દશ દિવસે પણ ICICI બેન્ક, સિવિક સેન્ટર અને બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર જનમિત્રકાર્ડ મેળવવામાં અનેક તકલીફો પડી રહી છે. તેમાં પણ જે તે મુસાફરનાં નામ-તસવીર સાથેના જનમિત્રકાર્ડના મામલે તો સંબંધિત સ્ટાફ દ્વારા રીતસરનો નન્નો ભણાવાય છે. બીજી તરફ મફત મળતાં ફોર્મ માટે પણ પાંચ રૂપિયા લેવાઇ રહ્યાં છે. જો કે તંત્ર દ્વારા જનમિત્રકાર્ડના મફત વિતરણના ધાંધિયાંથી વાકેફ થયા હોવાનો દાવો કરાઇ રહ્યો છે.

તંત્રના જનમિત્રકાર્ડ છેલા કેટલાક સમયથી સતત વિવાદાસ્પદ બન્યાં છે. અગાઉ મ્યુનિસિપલ સત્તાવાળાઓએ બીઆરટીએસના મુસાફરો માટે ગત તા.૧ સપ્ટેમ્બરથી ફરજિયાત કરવાની જાહેરાત કરતાં તેનાથી નાગરિકોમાં ભારે રોષ ફેલાયો હતો. લોકોમાં ફેલાયેલા આક્રોશથી ભયભીત થઇને ભાજપના શાસકો દ્વારા તંત્રની આ જાહેરાતની નવેસરથી સમીક્ષા કરવાનો નિર્ણય પણ લેવાયો હતો.

પરંતુ અચાનક સત્તાવાળાઓએ પારોઠનાં પગલાં ભરીને બીઆરટીએસમાં જનમિત્રકાર્ડ ફરજિયાત નહીં બનાવાય તેવી તા.૩૧ ઓગસ્ટે મીડિયા સમક્ષ નવી જાહેરાત કરી હતી.

તે વખતે ચાલુ સપ્ટેમ્બર મહિનામાં તા.૩૦ સપ્ટેમ્બર સુધી આઇસીઆઇસીઆઇ બેન્કની તમામ શાખાઓ બીઆરટીએસના બસ સ્ટેશન, સિવિક સેન્ટર તેમજ એએમટીએસના નિર્ધારિત કરેલા સ્ટેન્ડ સહિત ૩પ૦ સ્થળોઓથી જે તે વ્યક્તિનાં નામ અને તસવીર સાથેના રૂ.૭પનાં પર્સનાઇઝડ કાર્ડ અને નામ વગરનાં રૂ.પ૦ના નોન-પર્સનાઇઝડ કાર્ડને મફતમાં આપવાની નિર્ણય લેવાયો હતો.

બીઆરટીએસ, એએમટીએસ, સિવિક સેન્ટર તેમજ મેટ્રો રેલ વગેરેના નાણાકીય વ્યવહાર ‘કેશલેસ’ કરવાની દિશામાં લોકોને પ્રોત્સાહિત કરવા એક મહિના સુધી જનમિત્રકાર્ડ મફતમાં અપાઇ રહ્યાં છે પરંતુ આમાં અનેક પ્રકારનાં ધાંધિયાં જોવા મળ્યાં છે.

આઇસીઆઇસીઆઇ બેન્ક દ્વારા જનમિત્રકાર્ડ તૈયાર કરાઇ રહ્યાં છે પરંતુ આજે દશ દશ દિવસ બાદ પણ આ બેન્કની મોટાભાગની શાખામાં જનમિત્રકાર્ડ પહોચ્યાં નથી જેના કારણે કાર્ડ કઢાવવા બેન્કમાં જનારા નાગરિકોને નિરાશ થવું પડે છે.

સિવિક સેન્ટરમાં પણ ત્યાંના ‘ઇઝી પે મશીન’ની ધીમી કામગીરીથી જનમિત્રકાર્ડ મેળવવામાં લોકો તોબા પોકારી ઊઠ્યા છે. ખોટકાયેલાં ‘ઇઝી પે મશીન’ના કારણે જનમિત્રકાર્ડધારકને કાર્ડનો ‘ઓટીપી’ નંબર પણ મળતો નથી.પરિણામે તેમનાં કાર્ડ નિકળતાં નથી. ઉપરાંત અનેક સિવિક સેન્ટરોમાં નામ વગરનાં રૂ.પ૦ની કિંમતનાં કાર્ડ જ કાઢવામાં આવે છે.

તંત્ર દ્વારા નામ સાથેનાં રૂ.૭પની કિંમતનાં કાર્ડ પણ મફતમાં અપાશે તેવી જાહેરાત કરાઇ હોવા છતાં સિવિક સેન્ટરનો સ્ટાફ રૂ.૭પના કાર્ડ માટે ચોખ્ખા શબ્દોમાં ઇન્કાર કરે છે. એટલે આ કાર્ડ તો નીકળતાં જ નથી. બીઆરટીએસના બસ સ્ટેશન પર પણ મુસાફરોને કડવા અનુભવ થઇ રહ્યા છે અનેક બીઆરટીએસ બસ સ્ટેશન પરના બુકિંગ કલાર્ક મુસાફરોને કાર્ડના મામલે ગેરમાર્ગે દોરી રહ્યા છે.

બીઆરટીએસ સ્ટેશન પર પણ રૂ.૭પનાં કાર્ડ માટેનાં ફોર્મનું વિતરણ કરાતું નથી. જેના કારણે મુસાફરોને ફરજિયાત રૂ.પ૦નાં નામ વગરનાં કાર્ડ લેવાં પડે છે. તેમાં પણ બીઆરટીએસ માટે વિદ્યાર્થીકાર્ડના ફોર્મ પણ નિઃશુલ્ક કરાયાં છે. તેમ છતાં કેટલાક બીઆરટીએસ સ્ટેશન પર વિદ્યાર્થીના હાથમાં રૂ.પાંચની લગેજ ટિકિટ પકડાવ્યા બાદ જ વિદ્યાર્થીકાર્ડનું ફોર્મ અપાઇ રહ્યું છે.

જ્યારે આગામી તા.૩૦ સપ્ટેમ્બર સુધી જનમિત્રકાર્ડ નાગરિકોને નિઃશુલ્ક અપાશે. તેવી તંત્ર ઉત્સાહભેર જાહેરાત કરી હતી. તે વખતે આ પ્રકારના નિર્ણયથી આઇસીઆઇસીઆઇ બેન્કને દશ લાખ કાર્ડના હિસાબે રૂ.પાંચથી છ કરોડની રેવન્યુ આવક ગુમાવવી પડશે તેમ પણ સત્તાવાળાઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.

પરંતુ છેલ્લા દશ દિવસથી જે પ્રકારનાં ધાંધિયાં જોવા મળ્યાં છે તેને જોતાં શહેરમાં દશ હજાર નવા જનમિત્રકાર્ડનું વિતરણ થયું હશે કે તેમ તે પણ મોટો પ્રશ્ન છે.

દરમ્યાન જનમિત્રકાર્ડના મામલે થયેલા ધાંધિયાં અંગે ઇ-ગર્વનન્સનો હવાલો સંભાળતા મધ્યઝોનના ડેપ્યુટી કમિશનર રાકેશ શંકરનો સંપર્ક કરતાં તેઓ આઇસીઆઇસીઆઇ બેન્કમાં જનમિત્રકાર્ડની અછત, સિવિધ સેન્ટરમાં ઇઝી પે મશીનની સમસ્યા તેમજ બીઆરટીએસ સ્ટેશન પર વિદ્યાર્થી ફોર્મ માટે ‌ઉઘરાવવામાં આવતા રૂ.પાંચ સહિતની બાબતોનો નિખાલસ સ્વીકાર કરે છે.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રાકેશ શંકર કહે છે આઇસીઆઇસીઆઇ બેન્કની કેટલીક શાખામાં હજુ જનમિત્રકાર્ડ પહોંચ્યાં નથી. જે માટે તંત્ર પ્રયત્નશીલ છે. ઇઝી પે મશીનની ખામી પણ દૂર કરાઇ રહી છે. કેટલાક બીઆરટીએસ સ્ટેશન પર સ્ટાફ નાગરિકોને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનું તંત્રની જાણમાં આવતાં તેમને નોકરીમાંથી છૂટા કરવામાં આવી રહ્યા છે.

વિદ્યાર્થી પાસનું ફોર્મ પણ નિઃશુલ્ક છે તેમજ તમામ સ્થળોએ નાગરિકોને રૂ.૭પની કિંમતનાં નામ-તસવીર સાથેના જનમિત્રકાર્ડ પણ કાઢવાની તાકીદ કરાઇ છે.આમ આવી તકલીફ દૂર કરવાના પ્રયાસ હાથ ધરાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તંત્રની મફત જનમિત્રકાર્ડની જાહેરાત અગાઉ ૬ર,પ૦૦ લોકોને જનમિત્રકાર્ડ કઢાવ્યાં છે જો કે બીઆરટીએસ સર્વિસ માટે પણ આ સંખ્યા ખૂબ ઓછી છે.

divyesh

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

4 hours ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

4 hours ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

5 hours ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

5 hours ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

5 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

5 hours ago