WT20: હૈમ્સ્ટ્રિંગના લીધે બેટીંગ નહી કરી શકે ક્રિસ ગેલ

નવી દિલ્હી: ક્રિકેટ વર્લ્ડના સૌથી સારા બેટ્સમેનોમાંથી એક, વેસ્ટઇન્ડીઝના ક્રિસગેલ ‘હૈમ્સ્ટ્રિંગ’ (ઘૂંટણની પાછળની નસ)માં દુખાવો હોવાના લીધે વર્લ્ડ ટી20ની આગામી મેચોમાં બેટીંગ નહી કરી શકે. ક્રિસ ગેલે ટૂર્નામેંટમાં રવિવારે શ્રીલંકાની વિરૂદ્ધ યોજાયેલી મેચમાં ફિલ્ડિંગ દરમિયાન દુખાવાની ફરિયાદ કરી હતી.

વેસ્ટઇન્ડીઝ ક્રિકેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘ગેલ દુખાવાના લીધે પરેશાન છે, જેના લીધે તે બેટીંગ નહી કરી શકે. આ મોટી ઇજા નથી, કૃપયા અટકળો ન લગાવો.’ ક્રિસ ગેલને દુખાવાના લીધે શ્રીલંકાની ઇનિંગ થયા પહેલાં જ ફિલ્ડિંગ છોડીને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. જો કે આ મેચ દરમિયાન મેચ જોવા માટે આવેલા બેંગ્લોરના દર્શકો ‘વી વોન્ટ ગેલ’ બૂમો પાડી રહ્યાં હતા.

You might also like