IPL Diary: ક્રિસ ગેલને હિન્દી શીખવાડી રહ્યા છે યુવરાજ અને અશ્વિન

નવી દિલ્હીઃ કિંગ્સ ઈલેવન પંજાબ IPLની પોતાની પ્રથમ મેચ રમી ચૂકી છે, જેમાં ચેન્નઈ સુપરકિંગ્સ સામે પરાજય થયો હતો, જોકે આ તો શરૂઆત છે. આગામી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબ સારું પ્રદર્શન કરી શકે છે.

ભલે મેદાન પર ટીમે કોઈ ખાસ પ્રદર્શન ન કર્યું હોય, પરંતુ મેદાન બહાર ટીમની મસ્તીને IPLના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. કિંગ્સ ઇલેવન પંજબના ખેલાડી યુવરાજસિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં ક્રિસ ગેલ અને કેપ્ટન રવિચંદ્રન અશ્વિન જોવા મળી રહ્યા છે.

આ તસવીરમાં અશ્વિન ખૂબ જ હેરાન-પરેશાન દેખાઈ રહ્યો છે. વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ ટીમના કેપ્ટન રવિચંદ્રન અશ્વિન અને સિનિયર ખેલાડી યુવરાજસિંહ પાસેથી આજકાલ હિન્દી શીખી રહ્યો છે. યુવરાજે સોશિયલ મીડિયા પર ગેલના આ હિન્દી કલાસનો ખુલાસો કરતાં લખ્યું કે, ”…જ્યારે યુનિવર્સનો બોસ હિન્દી બોલે છે.”

You might also like