બોલિવૂડના મશહૂર ડાન્સર-કોરિયોગ્રાફર અભિજિત શિંદેએ આત્મહત્યા કરી લીધી

મુંબઇ: બોલિવૂડના મશહૂર ડાન્સર-કોરિયોગ્રાફર અભિજિત શિંદેએ પોતાના નિવાસસ્થાને પંખે લટકીને આત્મહત્યા કરતાં સમગ્ર બોલિવૂડમાં ચકચાર મચી ગઇ છે. અભિજિત શિંદેએ રણબીર કપૂર, રણવીર‌ સિંહ, તુષાર કપૂર, સલમાન ખાન અને અજય દેવગણ જેવી બોલિવૂડની મશહૂર હસ્તીઓ સાથે કામ કર્યું હતું.

ઘટનાસ્થળેથી એક સ્યૂસાઇડ નોટ મળી આવી છે, જેમાં તેણે લખ્યું છે કે તેનું બેન્ક એકાઉન્ટ તેની દીકરીના નામે ટ્રાન્સફર કરી દેવામાં આવે. પોલીસ હવેે આ કેસને આત્મહત્યા માનીને તપાસ આગળ વધારી રહી છે.

પાડોશીઓએ જ્યારે અભિજિત શિંદેના ઘરનો દરવાજો ખુલ્લો જોયો ત્યારે તેઓએ અંદર જઇને તપાસ કરી તો તેની લાશ પંખે લટકતી જોવા મળી હતી. ત્યાર બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં ડોક્ટરોએ ૩ર વર્ષીય આ અભિનેતા-ડાન્સરને મૃત જાહેર કર્યો હતો.

પોલીસને ઘટનાસ્થળે જે આત્મહત્યા નોંધ મળી છે તેમાં અભિજિતે આત્મહત્યાનું પગલું ભરવા પાછળનું કારણ પણ દર્શાવ્યું છે. અભિજિતે આ નોંધમાં લખ્યું છે કે પત્નીનો સાથ છૂટી ગયા બાદ હું ડિપ્રેશનમાં હતો. મારું બેન્ક એકાઉન્ટ મારી દીકરીના નામે ટ્રાન્સફર કરવામાં આવે. હું મારી દીકરીને છેલ્લા ત્રણ મહિનાથી મળ્યો નથી.

પોલીસના જણાવ્યા અનુસાર અભિજિત શિંદેની પત્ની ત્રણ મહિનાથી પોતાના પિયર ચાલી ગઇ છે. અભિજિતની પત્ની તેમને તેમની દીકરીનેે મળવા દેતી નહોતી, જેના કારણે અભિજિત ખૂબ જ અપસેટ હતો અને ડિપ્રેશનનો શિકાર બની ગયો હતો.

પોલીસે અભિજિતની લાશ કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. એવું પણ કહેવાય છે કે અભિજિતને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં કામ નહીં મળવાથી તે નાણાંભીડનો પણ સામનો કરી રહ્યો હતો. હવે પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે. પોલીસ ટૂંક સમયમાં તેની પત્નીની પણ પૂછપરછ કરશે.

divyesh

Recent Posts

શહેરનાં 2236 મકાન પર કાયમી ‘હેરિટેજ પ્લેટ’ લાગશેઃ ડિઝાઇન તૈયાર

અમદાવાદ: મુંબઇ, દિલ્હી જેવાં દેશનાં આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ શહેરોને પછાડીને અમદાવાદને યુનેસ્કો દ્વારા દેશનું સર્વપ્રથમ વર્લ્ડ હે‌રીટેજ સિટી જાહેર કરાયું છે…

14 mins ago

તમામ પાપમાંથી મુક્તિ આપનારી પરિવર્તિની એકાદશી

એકાદશીનાં વ્રતમાં ઉપવાસ કરવો જરૂરી છે. બને ત્યાં સુધી ઉપવાસમાં ફકત ફળાહાર કરવો જોઈએ. જુદી જુદી ફરાળી વાનગીઓ બનાવીને આહારમાં…

21 mins ago

Stock Market : ત્રણ દિવસમાં રોકાણકારોના રૂ. 3.62 લાખ કરોડ ડૂબ્યા

નવી દિલ્હી: આ સપ્તાહની શરૂઆતથી જ ત્રણ દિવસ સુધી શેરબજાર સતત રેડ ઝોનમાં જોવા મળ્યું છે. ગઇ કાલે પણ સેન્સેક્સ…

25 mins ago

ખારીકટ કેનાલમાં CCTV કેમેરા લગાવ્યા પણ જુએ છે કોણ?

અમદાવાદ: ગત તા. ૧ મેથી તા. ૩૧ મે સુધી શહેરમાં રાજ્ય સરકારના સુજલામ સૂફલામ જળ અ‌િભયાન ૨૦૧૮ હેઠળ તળાવોને ઊંડા…

31 mins ago

LG હોસ્પિટલમાં જાવ તો મોબાઈલ ફોનનું ધ્યાન રાખજો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલજી હોસ્પિટલમાં ગંદકી જેવી સમસ્યા તો દર્દીઓને પરેશાન કરે છે પરંતુ હવે તો મોબાઇલ ચોરનો ઉપદ્રવ…

33 mins ago

શહેરમાં બેફામ વાહનચાલકોએ એક વર્ષમાં 142નો લીધો ભોગ

અમદાવાદ: જાહેર રસ્તાઓ પર ફૂલસ્પીડે વાહન ચલાવતા વાહનચાલકોએ છેલ્લા એક વર્ષમાં જ ૧૪ર લોકોનો ભોગ લીધો છે. જયારે ૪૩ લોકો…

35 mins ago