ચીનમાં પોલીસે શકમંદ આરોપીને ફેસિયલ રેકગ્નિશન ટેક્નોલોજીથી ઝડપી લીધોે

બીજિંગ: ટેક્નોલોજીનો ઉપયોગ હાલમાં તમામ ક્ષેત્રમાં થઇ રહ્યો છે. આ દરમિયાન ચીનમાં એક શંકાસ્પદ વ્યક્તિને ફેસિયલ રિકગ્નિશન ટેક્નોલોજીની મદદ દ્વારા ધરપકડ કરવામાં સફળતા મળી છે. અહેવાલ અનુસાર, ચીનની પોલીસે આર્થિક અપરાધમાં સામેલ એક શકમંદ આરોપીને મ્યૂઝિક કોન્સર્ટથી ધરપકડ કરવામાં આવી છે. જયાં તેને ફેસિયલ રિકગ્નિશન ટેક્નોલોજીથી ઓળખવામાં આવ્યો.

જે સમયે સિક્યોરિટી કેમેરાએ સંદિગ્ધની ઓળખ કરી તે સમયે તે નૈનચાંગ, જિયાંગ્સી પ્રાંતમાં એક મ્યૂઝિક કોન્સર્ટમાં હાજર હતો. ત્યાં હોંગકોંગના સિંગર જૈકી ચેંગ ગીત ગાવા માટે આવેલ હતાં.તેણે અધિકારીઓને જણાવ્યું કે તે પોતાની પત્નીને લઇને લગભગ ૯૦ કિમી દૂર કોન્સર્ટ અટેન્ડ કરવા આવ્યો હતો.

તેને લાગ્યું કે લગભગ ૫૦૦૦૦ લોકોની ભીડમાં તે સુરક્ષિત રહેશે. પોલીસ ઓફિસર લી જિનનાં અનુસાર તેને એક આર્થિક ગુનામાં લિપ્ત હોવાની શંકા નથી અને તેને નેશનલ ઓનલાઇન સિસ્ટમમાં લિસ્ટ કરવામાં આવ્યો હતો. પોલીસે જાણકારી આપી હતી કે, જ્યારે અમે શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી ત્યારે તે ખૂબ જ આશ્ચર્યમાં હતો અને તેનો ચહેરો ઊતરી ગયો હતો.

ચીનમાં આવું પ્રથમવાર નથી બન્યું ગત વર્ષે પણ ફેસિયલ રિકગ્નિશન ટેક્નોલોજીએ બીયર ફેસ્ટિવલ દરમિયાન ૨૫ અપરાધીઓને પકડવામાં મદદ કરી હતી. અહીં એંન્ટ્રેલમાં કેમરા લગાવવામાં આવ્યા હતા, જેમાં તેના ચહેરા ની ઓળખ કરી હતી. પોલીસ અનુસાર ફેસિયલ રિકગ્નિશન ટેક્નોલોજીની મદદથી સાત શંકાસ્પદ વ્યક્તિઓને ધરપકડ કરવામાં સફળતા મળી છે.

You might also like