પાકિસ્તાનમાં સૈન્ય કાર્યવાહી કરવા માટે ચીની નાગરિકોની ઉગ્ર માંગ

0 0

બીજિંગ : કદાચ આ પહેલો પ્રસંગ હશે જ્યારે ચીનની સેના પાકિસ્તાન અંદર ઘુસીને સૈન્ય કાર્યવાહી કરી શકે છે. આ સાંભળવામાં થોડુ અજુગતુ જરૂર લાગશે પરંતુ આ વાત સાચી છે. જેને ચીન પોતાનું સૌથી નજીકનું મિત્ર માને છે અને દરેક સમયે તેની સાથે ઉભુ રહે છે તે પાકિસ્તાન પર હૂમલો કરવાની માંગ હવે ચીનમાં પ્રબળ થતી જાય છે. ચીનનાં જવાનો મોકલીને પાકિસ્તાનમાં કાર્યવાહી કરવા માટેની માંગ થઇ રહી છે.

ગત્ત દિવસોમાં પાકિસ્તાનનાં અશાંત વિસ્તાર બલૂચિસ્તાનની અંદર બે ચીની નાગરિકોની ક્રુરતાપુર્વક હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યાની જવાબાદારી આઇએસઆઇએસ લીધી હતી. સમાચાર એજન્સી અમાકે 9 જુને દાવો કર્યો કે કઇ રીતે હથિયારધરી લોકોએ તેનું અપહરણ કરાયેલા ચીની નાગરિકોની હત્યા કરી હતી.

લીજિંગ યાંગ (24) અને મેંગ લી સી (26) નામનં બે નાગરિકોની 24મી મેએ હથિયારબંધ લોકોએ ક્વેટાથી અપહરણ કર્યું હતું. જેના કારણે ગિન્નાયેલા ચીનનાં નાગરિકો આ પ્રકારની માંગ કરતા પાકિસ્તાનમાં પોતાની સેનાને મોકલીને આઇએસઆઇએસની વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. પોતાનાં બે નાગરિકોની પાકિસ્તાનમાં હત્યાથી ચીની નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

loading...

Leave A Reply

Your email address will not be published.