પત્ની પ્રેગ્નન્ટ હતી ત્યારે ખૂબસૂરત મોડલ સાથે અફેર કર્યો, હવે પત્નીની માફી માગી

બીજિંગઃ ચીનનાે સ્ટાર બેડમિન્ટન ખેલાડી લિન ડેન પોતાની રમતને કારણે યુવાઓ માટે આદર્શ છે, પરંતુ તેણે એક એવી હરકત કરી, જેના કારણે વિશ્વમાં તેની પ્રતિષ્ઠા ખરડાઈ છે. ચીનના દિગ્ગજ બેડમિન્ટન ખેલાડી લિન ડેને પોતાની પત્ની જ્યારે પ્રેગ્નન્ટ હતી ત્યારે લગ્નેતર સંબંધ બાંધ્યા હતા અને હવે તે બદલ તેણે માફી માગી છે. લિન ડેનની એક મૉડલ સાથેની અંતરંગ તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ ડેને આમ કર્યું હતું. આ તસવીર વાઈરલ થયા બાદ ‘વેઇબો’ પર ‘લિન ડેન અફેર’ હેશટેગવાળા પેજને ૧૦ લાખ લોકોએ જોયું હતું. ઘણાએ કોમેન્ટ કરતાં લખ્યું હતું કે, લિન કોર્ટ પર મેચ જીત્યો છે, પણ પોતાના સમર્થકોને નિરાશ કર્યા છે.

મનોરંજન ક્ષેત્રમાં કોઇ વ્યક્તિએ આ તસવીરને વાઈરલ કરી છે. તેણે પોતાની ઓળખ ‘ડિટેક્ટિવ ઝાઓવર’ના રૂપમાં આપી છે. ઓક્ટોબરની આ તસવીરોમાં હોટલના રૂમમાં લિનને મૉડલ અને અભિનેત્રી ઝાઓ યાકીને ગળે મળતાં દેખાડવામાં આવ્યો છે. તેના એક મહિના બાદની તસવીરોમાં બંનેની અંતરંગ પળોની તસવીરોમાં દેખાડવામાં આવી છે. આ દરમિયાન લીનની પત્ની શી શિંગફેંગ ગર્ભવતી હતી.

લિને ત્યાર બાદ પોતાના વેઇબો પરના અેકાઉન્ટમાં લખ્યું હતું કે, ”એક પુરુષના રૂપમાં હું મારી હરકતોનો બચાવ નથી કરવા માગતો. મેં મારા વર્તનથી મારા પરિવારને દુઃખ પહોંચાડ્યું છે એટલા માટે હું મારા પરિવારની માફી માગું છું.” લિન પાંચ વાર વર્લ્ડ ચેમ્પિયન, છ વાર ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયન અને બે વાર ઓલિમ્પિક ચેમ્પિયન બન્યો છે. તેણે બેડમિન્ટનની દુનિયાની બધી જ નવ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ જીતી છે, જેમાં ઓલિમ્પિક, વર્લ્ડ કપ, થોમસ કપ, સુદરીમન કપ, સુપર સિરીઝ, માસ્ટર્સ ફાઇનલ, ઓલ ઈંગ્લેન્ડ કપ, એશિયન ગેમ્સ અને એશિયન ચેમ્પિયનશિપ સામેલ છે.

You might also like