Categories: World

ચીનમાં રોબોટે એક શખસ પર હુમલો કરતાં અફરાતફરી

શેનઝેન (ચીન): ચીનના એક ટેક ફેરમાં એક રોબોટે એક વિઝિટર પર હુમલો કરીને તેને ગંભીર રીતે ઘાયલ કર્યો છે. આ રોબોટને ઘરેલુ કામ માટે બનાવવામાં આવ્યો હતો. આ રોબોટનું નામ ફેટી હોવાનું જણાવાય છે. એક માનવી પર રોબોટ દ્વારા હુમલો કરવાની ચીનની આ પ્રથમ ઘટના છે. આ ઘટના દક્ષિણ ચીનમાં ઘટી હતી.

અહીં એક ટેક્નોલોજી મેળો યોજાઈ રહ્યો હતો અને લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા ત્યારે એકાએક ફેટી નામના આ રોબોટે ગ્લાસ બૂથ તોડીને એક શખસ પર હુમલો કરીને તેણે ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. ત્યાર બાદ શખસને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો.

ટેક્નોલોજી ફેરના આયોજકનું કહેવું છે કે ઓપરેટરની ભૂલથી રોબોટે હુમલો કર્યો હતો. ઓપરેટરે રિવર્સના બદલે ફોરવર્ડ બટન દબાવી દેતાં રોબોટ ગ્લાસ તોડીને બહાર આવી ગયો હતો અને એક શખસ પર હુમલો કરી બેઠો હતો. આ રોબોટની કિંમત ૧૩,૦૦૦ યુઆન એટલે કે રૂ. ૧.૨૮ લાખ છે. રોબોટના હુમલામાં ઘાયલ થનાર શખસ કોણ છે તે તત્કાળ જાળવા મળ્યું નથી.

visit: sambhaavnews.com

Navin Sharma

Recent Posts

માયાવતીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, છત્તીસઢમાં જોગી સાથે કર્યું ગઠબંધન

છત્તીસગઢમાં છેલ્લા દોઢ દાયકાથી સત્તા પર રહેલી ભાજપ સરકાર રાજ્યમાં પોતાની સત્તા બચાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસ સત્તામાં…

9 hours ago

PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી.…

10 hours ago

સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ, દરેક મૌસમમાં અસરકારક

સ્વદેશ વિકસિત અને જમીનથી જમીન પર થોડા અંતર પર માર કરનારી એક બેલિસ્ટિક મિસાઇલનું આજરોજ ભારે વરસાદ વચ્ચે ઓડિશાના તટીય…

11 hours ago

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

12 hours ago

એમેઝોન અને સમારાએ રૂ. 4,200 કરોડમાં આદિત્ય બિરલાની રિટેઈલ ચેઈન ‘મોર’ ખરીદી

નવી દિલ્હી: ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમારા કેપિટલે મળીને આદિત્ય બિરલા ગ્રૂપની રિટેલ ચેઇન મોર (More)…

12 hours ago