ચીનનાં કેમિકલ પ્લાન્ટમાં વિસ્ફોટ થતાં 19નાં મોતઃ 12 વ્યકિતને ઈજા

સિચુઆન: ચીનનાં દક્ષિણ-પશ્વિમ પ્રાંત સિચુઆનના ચેંગડુ નજીક આવેલા યિબિન શહેરમાં આવેલી હેંગદા કંપનીના કેમિકલ પ્લાન્ટમાં થયેલા વિસ્ફોટના કારણે ૧૯ લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે આ ઘટનામાં અન્ય ૧૨ વ્યકિતને ઈજા થઈ છે. વિસ્ફોટ કેમ થયો તે અંગે હજુ કારણ જાણવા મળ્યું નથી.

પરંતુ આ ઘટનાને મોટી ઔદ્યોગિક દુર્ઘટના માનવામાં આવી રહી છે. આ ઘટનાના કારણે પ્લાન્ટ નજીકના રહેણાક વિસ્તારમાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. અને તેઓ પણ ઘર બહાર દોડી આવતા ભારે અફરાતફરી મચી ગઈ હતી.

સિચુઆનના ચેંગડુ નજીક આવેલા યિબિન હેંગદા ટેકનોલેજી કંપનીના રાસાયણિક પ્લાન્ટમાં થયેલા વિસ્ફોટના કારણે જે ૧૨ લોકોને ઈજા થઈ છે તેમની હાલ સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસે આ ઘટના અંગે કેસ દાખલ કરી તેની તપાસ હાથ ધરી છે.

જોકે આ ઘટના અંગે અત્યાર સુધી કંપની તરફથી કોઈ સત્તાવાર નિવેદન કરવામાં આવ્યું નથી. બીજી તરફ આ બ્લાસ્ટની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. એક સરકારી નિવેદનમાં જણાવ્યા અનુસાર પ્લાન્ટમાં ગઈકાલે સાંજે ૬-૩૦ કલાકે આ બ્લાસ્ટ થયો હતો ત્યારે તેના કારણે આગ લાગી હતી. જે રાત્રે ૧૧-૩૦ કલાકે કાબુમાં આવી હતી.

સરકારી સમાચાર સંસ્થા શિન્હુઆના જણાવ્યા અનુસાર આગ હાલ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે. અને આ ઘટનાના કારણોની તપાસ ચાલી રહી છે. જોકે આ લખાય છે ત્યાં સુધી કોઈ વિગતો બહાર આવી નથી. પરંતુ જે ૧૨ લોકોને ઈજા થઈ છે તેમની સ્થિતિ સુધારા પર છે.

છેલ્લા કેટલાક સમયથી ચીનમાં ફેકટરી અને ઉદ્યોગક્ષેત્રે કામ કરતા લોકોની સુરક્ષા માટેનાં અનેક પગલાં લેવામાં આવ્યાં છે. જોકે બીજી તરફ એવી વાત પણ બહાર આવી છે કે ચીનના ઔદ્યોગિક વિસ્તારોમાં આવી ઘટના સામાન્ય બાબત બની ગઈ છે. જેમાં મુખ્યત્વે સુરક્ષાને લગતી જોગવાઈઓનું પાલન કરવામાં દાખવાતી બેદરકારીને જવાબદાર માનવામાં આવી રહી છે. અગાઉ પણ આવી ઘટનામાં અનેક લોકોનો ભોગ લેવાઈ ચુક્યો છે.

divyesh

Recent Posts

મ્યાનમારમાં ઉગ્રવાદી કેમ્પ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ની તૈયારી

નવી દિલ્હીઃ મ્યાનમારમાં ત્રાસવાદીઓની છાવણીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ઈન્ટેલિજન્સ એજન્સી સૂત્રોનાં જણાવ્યાં…

11 hours ago

પ્રથમ ટ્રાયલમાં જ T-18 ટ્રેન ફેલ, કેટલાંય પાર્ટ્સ સળગીને થયાં ખાખ

ચેન્નઈઃ ભારતીય રેલ્વેની મહત્ત્વાકાંક્ષી ઈન્ટરસિટી ટ્રેન પ્રોજેક્ટ ટી-૧૮ ટ્રેન તેની પ્રથમ ટ્રાયલમાં જ ફેલ ગઈ છે. ચેન્નઈનાં જે ઈન્ટીગ્રલ કોચ…

12 hours ago

બે પ્રેગ્નન્સી વચ્ચેનો ગાળો ૧૨થી ૧૮ મહિનાનો હોવો જરૂરી

બાળકને ગર્ભમાં ઉછેરવાનાં કારણે માના શરીરમાં કેટલાક બદલાવ આવે છે. આવા સમયે બે બાળકો વચ્ચેનો ગાળો કેટલો હોવો જોઈએ એ…

12 hours ago

લાકડાનો ધુમાડો પુરુષો અને સ્ત્રીઓ બંને પર કરે છે જુદી-જુદી અસર

લાકડાનાં ધુમાડાથી સ્ત્રીઓ અને પુરુષોનાં શરીરમાં અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ ઊઠે છે. અભ્યાસર્ક્તાઓએ સ્ત્રી-પુરુષ વોલન્ટિયર્સનાં એક ગ્રૂપને પહેલાં લાકડાનો ધુમાડો ખવડાવ્યો…

12 hours ago

વાઇબ્રન્ટ સમિટ: સ્થાનિક-વિદેશી ઇન્વેસ્ટર્સ વીડિયો કોન્ફરન્સ કરશે

ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન જાન્યુઆરી માસમાં યોજવામાં આવી રહ્યું છે. આ વર્ષે પહેલી વાર સરકાર વાઇબ્રન્ટ…

13 hours ago

કારમાં આવેલાં અજાણ્યાં શખ્સોએ છરી બતાવી યુવકને લૂંટી લીધો

અમદાવાદઃ શહેરનાં શાહીબાગ વિસ્તારમાં બે દિવસ પહેલાં મોડી રાતે એક વિદ્યાર્થીને છરી બતાવીને ૮પ હજારની લૂંટ ચલાવતા ત્રણ શખ્સો વિરુદ્ધમાં…

13 hours ago