VIDEO: લંડનમાં વિભાવરીબેન દવે મુકાયા મુશ્કેલીમાં, ગેસ લીકેજ દુર્ઘટનામાં થયો આબાદ બચાવ

લંડનઃ બાળ વિકાસમંત્રી વિભાવરીબેન દવેનો ગેસ લિકેજ ઘટનામાં આબાદ બચાવ થયો હતો. ઉલ્લેખનીય છે કે આંતરાષ્ટ્રીય એજ્યુકેશન કોન્ફરન્સમાં ભાગ લેવા પહોંચેલા બાળ વિકાસમંત્રી વિભાવરીબેન દવે લંડન પહોંચ્યા હતાં. જો કે, તેઓ કોન્ફરન્સમાં પહોંચે તે પહેલા જ એક મુશ્કેલીમાં તેઓ ફસાઈ ગયાં હતાં.

અસલમાં વિભાવરીબેન દવે લંડનની જે હોટલમાં રોકાયા હતાં ત્યાં ગેસ લિકેજની ઘટના ઘટી છે. જેથી લંડન પોલીસે ઈમરજન્સી જાહેર કરીને હોટલમાંથી વિભાવરીબેનની સાથે-સાથે 1450 લોકોને સલામત રીતે બહાર નિકાળ્યાં છે. ઉલ્લેખનીય છે કે ત્યાં લંડન ખાતે ગેસ લિકેજથી આગની દુર્ઘટનામાં વિભાવરીબેન દવેનો તો આબાદ બચાવ થયો હતો પરંતુ તેમનો પાસપોર્ટ બળી ગયો હતો.

લંડનમાં બાળવિકાસ મંત્રી વિભાવરીબેન દવેનો આબાદ બચાવ
ગેસ લીકેજની ઘટનામાં વિભાવરીબેન દવેનો પાસપોર્ટ નષ્ટ
લંડનમાં શૈક્ષણિક કાર્યક્રમમાં ભાગ લેવા ગયાં હતાં વિભાવરીબેન દવે

You might also like