Categories: Gujarat

શહેરમાં માથું ઊચકી રહેલો ચિકનગુનિયા વટવાની એક જ સોસાયટીમાં પાંચ કેસ

અમદાવાદ: સમગ્ર શહેરમાં વરસાદે વિરામ લીધો હોવા છતાં મચ્છરજન્ય રોગચાળાનો ઉપદ્રવ વધ્યો છે. ઘરે-ઘરે ડેન્ગ્યુ અને મેલેરિયાના દર્દીના ખાટલા જોવા મળે છે. પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોનમાં મેલેરિયા પર નિયંત્રણ માટે હેલ્થ વિભાગ દ્વારા ઘરથી ઘરનો સર્વે શરૂ કરાયો છે, પરંતુ ચિકનગુનિયાએ પણ માથું ઊંચક્યું છે. વટવામાં ચિકનગુનિયાએ આતંક મચ્યો હોઇ એક જ સોસાયટીમાં ચિકનગુનિયાના પાંચ-પાંચ કેસ મળી આવતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે.

હેલ્થ વિભાગ દ્વારા ગત શુક્રવારે શહેરભરમાં મચ્છર નાબૂદી દિવસ ઊજવાયો હતો. તે દિવસે શહેરના ૧,૩૩,પ૩૩ ઘરની અને ૩,૧૮,૬૧૮ કન્ટેનરની ચકાસણી કરાઇને મચ્છરના પોરાનો નાશ કરાયો હોવાની પણ તંત્ર દ્વારા જાહેરાત કરાઇ છે, જોકે મચ્છરોના ઉત્પાતથી નાગરિકો પરેશાન છે. અમદાવાદમાં ચિકનગુનિયાના કેસમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થઇ છે. કોર્પોરેશનના ચોપડે તો ચિકનગુનિયાનો એક જ કેસ નોંધાયો છે, પરંતુ વટવામાં ચિકનગુનિયાએ રીતસરનો આતંક ફેલાવી દીધો છે. વટવાની જય સોમનાથ સોસાયટીમાં ચિકનગુનિયાના પાંચ કેસ મળી આવ્યા છે. વટવામાં ચિકનગુનિયાના વધતા કેસથી સ્થાનિક રહેવાસીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. આના પગલે હેલ્થ વિભાગના અધિકારીઓ પણ દોડતા થઇ ગયા છે.

માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ વટવામાં મેલેરિયાએ પણ કાળો કેર વર્તાવ્યો છે. વટવામાં ગંદકીના કારણે મચ્છરજન્ય રોગચાળો લોકોને ભયભીત કરી રહ્યો છે. વટવાની સાથે-સાથે નરોડામાં પણ ઘાતક ડેન્ગ્યુએ ભયજનક રીતે માથું ઊંચક્યું છે. એકલા નરોડામાં ચાલુ મહિનામાં ડેન્ગ્યુના ત્રીસથી વધુ કેસ હોવા છતાં મ્યુનિ. ચોપડે તો શહેરભરના ડેન્ગ્યુના દર્દીના માત્ર સોળ જ કેસ નોંધાયા છે! મ્યુનિ. મેલેરિયા વિભાગને દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફાળવાતું હોવા છતાં આ વિભાગની કામગીરીની અસરકારતા સામે પણ અવારનવાર પ્રશ્નાર્થ સર્જાય છે. જોકે તંત્ર તો રાબેતા મુજબ ‘સબસલામત’ની આલબેલ પોકારે છે.

દરમ્યાન મ્યુનિ. હેલ્થ વિભાગના ઇન્ચાર્જ વડા ડો.ભા‌િવન સોલંકી કહે છે કે, વટવાની જય સોમનાથ સોસાયટીના મામલે તપાસ આરંભાઇ છે. તંત્ર સમક્ષ ચિકનગુનિયાના કેસ અંગે લોકો તરફથી ફરિયાદો આવતી હોય છે, પરંતુ ચાલુ મહિનામાં એકમાત્ર શાહપુરમાં ચિકનગુનિયાનો સત્તાવાર કેસ નોંધાયો છે.

divyesh

Recent Posts

સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વના ચુકાદાઓ પર નજર, આધારકાર્ડના ફરજિયાતને લઇને આવી શકે છે ચુકાદો

સુપ્રીમ કોર્ટમાં આજરોજ ઘણા મહત્વના ચુકાદાઓ આવે તેવી શક્યતા છે. જેમાં સૌથી મહત્વનો આધાર કાર્ડ ફરજિયાતને લઇને સુપ્રીમ કોર્ટ પોતાનો…

34 mins ago

રાજ્યમાં ગરમીમાં વધારા સાથે વરસાદની આગાહી, 34 ડિગ્રીએ પહોંચ્યો તાપમાનનો પારો

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી ગરમીને લઇને ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ સહિત…

35 mins ago

શું પાર્ટનર સાથે પોર્ન ફિલ્મ નિહાળવી જોઇએ?, આ રહ્યું શંકાનું સમાધાન…

ઘણાં સમય પહેલાં સેક્સને લઇ એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં આ સર્વે દ્વારા એવું જાણવાની કોશિશ કરવામાં આવી હતી…

10 hours ago

બુલેટ ટ્રેન મામલે વાઘાણીનું મહત્વનું નિવેદન,”કોંગ્રેસ માત્ર વાહિયાત વાતો કરે છે, એક પણ રૂપિયો અટકાયો નથી”

અમદાવાદઃ PM નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને જાપાનની એજન્સી દ્વારા એક મોટો ઝટકો આપવામાં આવ્યો છે. જેમાં આ પ્રોજેક્ટને…

11 hours ago

સુરતમાં દારૂબંધીને લઈ યોજાઇ વિશાળ રેલી, કડક અમલની કરાઇ માંગ

સુરતઃ શહેરમાં દારૂબંધીને લઈને વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દારૂનાં કારણે મોતને ભેટેલાં લોકોનાં પરિવારજનો પણ ખૂબ મોટી સંખ્યામાં…

12 hours ago

રાષ્ટ્રપતિનાં હસ્તે વિરાટ કોહલી અને મીરા બાઈ ચાનૂને ખેલ રત્ન એવોર્ડ

જલંધરઃ ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીને રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહ દરમ્યાન રમત સાથે જોડાયેલ વિશિષ્ટ સમ્માન ખેલ રત્ન…

13 hours ago