શશિકલાને મળીને પનીર સેલવમ બે  કલાક બાદ ચુપચાપ કેમ નીકળી ગયા?

ચેન્નઈ: તામિલનાડુના નવા સીએમ અો. પનીર સેલવમે ગઈ કાલે જયલલિતાનાં ખાસ સહયોગી શશિકલાની મુલાકાત લીધી. અા મુલાકાત પોઅેસ ગાર્ડનમાં થઈ. જે લાંબા સમય સુધી જયાનું ઘર રહ્યું હતું. શશિકલા પણ અા જ ઘરમાં રહે છે. પનીર સેલવમ સાથે કેટલાક અન્ય લોકો પણ હતા. મુલાકાત બે કલાક ચાલી. શશિકલા સાથે થયેલી મુલાકાત બાદ સીએમઅે મીડિયા સાથે કોઈ વાતચીત ન કરી અને ચુપચાપ નીકળી ગયા. ઉલ્લેખનીય છે કે શશીકલાને મળવા માટે સીએમ ઉપરાંત પ્રધાનો પણ લાઈન લગાવીને ઊભા રહ્યા હતા.

પનીર સેલવમની સાથે તેમની કેબિનેટના સિનિયર મિનિસ્ટર સી. શ્રીનિવાસન અને ઇ પલાની સ્વામી ઉપરાંત પી. થંગમણિ પણ હતા. અા લોકો વચ્ચે શું વાતચીત થઈને જાણવા મળ્યું નથી.

જયાનું ૫ ડિસેમ્બરે નિધન થયું અને તરત જ તેના બે કલાક બાદ પનીર સેલવમને સીએમ તરીકે શપથ લેવડાવાયા હતા. જયા પાર્ટીનાં પ્રમુખ નેતા હતાં. પનીર સેલવમને સીએમ બનાવાય તો પાર્ટીને લીડ કોણ કરશે તે પર હજુ સસ્પેન્સ છે. તામિલનાડુના રાજકારણના જાણકારો માને છે કે કદાચ જયા બાદ એઅાઈઅેડીએમકેનાં નવાં ચીફ શશિકલા હશે. ઉલ્લેખનીય છે કે શશિકલા અે જ જયાના અંતિમ સંસ્કારની પરંપરા ભજવી હતી. સીએમ બનેલા પનીર સેલવમ સામે પડકાર સરકાર ચલાવવાનો નથી. તેમની સામે સૌથી મોટો પડકાર પાર્ટી ચલાવવાનો છે. સૂત્રોના જણાવ્યા મુજબ શશિકલા પાર્ટી પર કન્ટ્રોલ ઇચ્છશે તેથી પનીર સેલવમનો રસ્તો મુશ્કેલ હશે. કેમ કે ફંડ પાર્ટી પાસે જ છે. અા ઉપરાંત પનીર સેલવમ રામચંદ્રન કે જયા જેવી કરિશ્માવાળી પર્સનાલિટી પણ નથી. જો તેઅો પાર્ટીનો વિશ્વાસ નહીં જીતી શકે તો રોજ મુશ્કેલીઅો અાવશે. પાર્ટીને િવશ્વાસ જીત્યા વગર તેઅો અાગળ નહીં વધી શકે.

પનીર સેલવમ સીએમ ભલે બની ગયા, પરંતુ અેઅાઈઅેડીએમકેનું નેતૃત્વ તેમના હાથમાં નહિ હોય. જયા ઉપરાંત સરકાર અને પાર્ટીમાં કોઈનું વર્ચસ્વ હતું તો તે શશિકલા જ હતી. પનીર સેલ્વમને બે વખત સીએમ બનવાનો મોકો મળ્યો તેમાં શશિકલાનો જ હાથ હતો. પાર્ટીમાં શશિકલાના વફાદારોની મોટી સંખ્યા છે. પનીર સેલવમ પણ તેમના વફાદારોમાં સામેલ છે.
http://sambhaavnews.com/

You might also like