VIDEO: છોટાઉદેપુરમાં પોલીસકર્મીએ વાનચાલકને ભર બજારમાં માર્યો માર

છોટાઉદેપુરઃ પોલીસની દાદાગીરીનો એક વીડિયો સામે આવ્યો છે. પોલીસકર્મીએ એક વાનચાલકને ભર બજારમાં ઢોર માર માર્યો. જેનાં કારણે ઈજાગ્રસ્ત વાનચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મહત્વનું છે કે પીડિત વ્યક્તિનું નામ અજમલ પરમાર છે.

જે ભીખાપુર ગામનો રહેવાસી છે અને ગોધરાથી બરફ લઈને આવ્યો હતો. તે સમયે વેપારીઓને બરફ વિતરણ કરી રહ્યો હતો. ત્યારે અચાનક જ એક પોલીસકર્મી ત્યાં આવી પહોંચે છે અને નિર્દોષ વાનચાલકને અચાનક માર મારવા લાગે છે. જેનાં કારણે સ્થાનિક લોકોમાં પણ પોલીસ વિરૂદ્ધ રોષ જોવાં મળ્યો છે અને સ્થાનિકોએ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

You might also like