VIDEO: નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર જતું અટકાવવા ભિલિસ્તાન લાયન્સ સેનાની ચીમકી

છોટાઉદેપુરઃ નર્મદાનાં પાણીને લઇને છોટાઉદેપુરની ભિલિસ્તાન લાયન્સ સેનાએ ચીમકી આપી છે. નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર જતું અટકાવવા માટે ચીમકી આપવામાં આવી છે અને બરોલી નર્મદા કેનાલનાં ગેટ બંધ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

જો કે આ ચીમકીને પગલે કેનાલનાં ગેટ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કેનાલની આસપાસ 50 પોલીસકર્મીઓને તૈનાત કરી દેવામાં આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે ઉનાળો હવે શરૂ થઇ ગયો છે. ત્યારે વધારે પડતી પાણીની આવશ્યકતાને લઇ પાણીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે છોટાઉદેપુરની ભિલિસ્તાન લાયન્સ સેનાએ ચીમકી ઉચ્ચારી છે કે તેઓ નર્મદાનાં પાણીને સૌરાષ્ટ્ર જતું અટકાવશે.

કેમ કે તેઓ એમ નથી ઇચ્છતા કે નર્મદાનું પાણી વધુ આગળ સુધી જાય. જેથી તેઓને નર્મદાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે તેમજ તેઓને પાણીની કોઇ જ તકલીફ ના પડે તે માટે તેઓએ બરોલી નર્મદાનાં ગેટ પણ બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારી છે. આથી તે જગ્યાએ ચુસ્ત રીતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

You might also like