VIDEO: નક્સલી હુમલા દરમ્યાન કેમેરામેનનો માતાને સંદેશ,”મમ્મી મેં તુમ્હે બહુત પ્યાર કરતા હું”

છત્તીસગઢઃ દંતેવાડા એટલે કે લાલ આતંકનો આ વિસ્તાર કે જ્યાં બીહડ અને સન્નાટામાં મોત સતત ઘૂમતુ રહે છે. અહીંયા ચાર ખંભા પર ટકેલી ભારતીય વ્યવસ્થા બંદૂકનાં પહેરે શ્વાસ લે છે. કાયદો ધીરે-ધીરે સરકે છે અને મોટે ભાગે અથડામણનો શિકાર થાય છે. 30 ઓક્ટોમ્બર 2018નાં મંગળવારનાં રોજ આ વ્યવસ્થાનો ચોથો ખંભો એટલે કે પત્રકારિતા અહીંયા લાલ આતંકથી અથડામણ કરતી નજરે આવે છે.

રાજ્યમાં ચૂંટણી કવરેજ માટે દંતેવાડા ગયેલી ડીડી ન્યૂઝ દિલ્હીની એક ટીમ પર નક્સલી હુમલો થયો. ત્રણ પત્રકારો માર્યા ગયા, બે જવાન શહીદ થઇ ગયા અને જે પત્રકાર બચ્યો તેઓએ જીવન અને મોતની વચ્ચે ઝોલા ખાતા એવી મહત્વની ક્ષણોમાં પોતાની માંને યાદ કરી. ડર અને દહેશતની સિસકીઓ વચ્ચે તેનાં મુખેથી એક જ અવાજ ગુંજતો રહે છે કે,”મમ્મી મેં તુમ્હે બહુત પ્યાર કરતા હું.”

લોકતંત્રનાં અવાજ પર હુમલોઃ
મંગળવારનાં રોજ ન્યૂઝ ચેનલ દૂરદર્શન જે હુમલાનો શિકાર થયું, હકીકતમાં તે લોકતંત્રમાં ભારત સરકારની અભિવ્યક્તિ અને જનતાની વચ્ચે સંવાદ પર હુમલો હતો. દૂરદર્શન એટલે કે ભારત સરકારનો અધિકૃત અવાજ. જનતા અને સરકારની વચ્ચે સીધા સંવાદનું સૌથી મહત્વનું અને મોટું માધ્યમ.

ડીડી ન્યૂઝની ટીમ પોલીસ જવાનોની સાથે નક્સલીઓનાં ગઢ નીલાવાયા વિસ્તારમાં રિપોર્ટ કરવા પહોંચી હતી. નક્સલીઓનો હુમલો તેવા સમયે જ થયો. આ હુમલામાં એક ગોળી સીધી જ ડીડી ન્યૂઝ કેમેરામેન અચ્યુતાનંદ સાહુને વાગી, ત્યારે તેનાંથી તેનું મોત થઇ ગયું. નક્સલીઓએ આ ટીમ પર તાબડતોડ ફાયરિંગ શરૂ કરી નાખ્યું. જ્યાં સુધી જવાન મોરચા સંભાળે ત્યાં સુધીમાં બે જવાનો શહીદ થઇ ગયાં. નક્સલીઓ સતત ગોળીઓ અને હેન્ડ ગ્રેનેડ વરસાવતા રહ્યાં.

નક્સલી ફાયરિંગની વચ્ચે ફસાયેલા આસિસ્ટંટ કેમેરામેન મોર મુકુટ શર્માનો એક વીડીયો નક્સલીઓનાં આતંકની વાર્તા વ્યક્ત કરી રહેલ છે. ચારે બાજુથી ગોળીઓ વરસાવતા જોઇને આસિસ્ટન્ટ કેમેરામેન મોર મુકુટ શર્માને લાગ્યું કે હવે બચવું મુશ્કેલ છે. ત્યાર બાદ તેઓએ પોતાનો મોબાઇલ નીકાળ્યો અને માનાં નામે એક સંદેશ રેકોર્ડ કરી લીધો. જેમાં તેઓ કહી રહ્યાં છે કે,”મમ્મી મેં તુમ્હે બહુત પ્યાર કરતા હું.”

You might also like